જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ દાદાને પાઘ અર્પણ

03 August 2022 02:34 PM
Jamnagar Dharmik
  • જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ દાદાને પાઘ અર્પણ

જામનગર તા.3:
જામનગર અને સોમનાથનો અનેરો સબંધ રહેલો છે. સોમનાથના જીર્ણોદ્ધારમાં માજી રાજવી જામસાહેબ દિગ્વિજય સિંહજી નું ખૂબ યોગદાન રહેલું છે. અને પણ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારને દિગ્વિજય દ્વાર નામ આપવામાં આવ્યું છે.

જામનગરનો પૃથ્વી ટ્રાવેલ્સનો વિક્રમસિંહ જાડેજા પરિવાર છેલ્લા 10 વર્ષથી જામનગર અને સોમનાથનો સબંધ અનોખી રીતે જાળવી રહ્યા છે.શ્રાવણમાસના પહેલા સોમવારે જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને છેલ્લા 10 વર્ષથી ભવ્ય હાલારી પાઘ અર્પણ કરાય છે.

વર્ષોથી જામનગરનો જાડેજા પરિવાર સોમનાથના સ્વર્ગીય ટ્રસ્ટી દિગ્વિજયસિંહ જામની સ્મૃતિમાં હાલારી પાઘ અર્પણ કરે છે. આ વર્ષે ગૌમાતા લમ્પિ સ્કિન ડીસીસ માંથી મુક્ત થાય તેવી મુખ્ય પ્રાર્થના સાથે જાડેજા પરિવારે સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement