પોરબંદર અને ગોધરાની મેડીકલ કોલેજને મંજુરી

03 August 2022 05:23 PM
Porbandar Gujarat
  • પોરબંદર અને ગોધરાની મેડીકલ કોલેજને મંજુરી

સૌરાષ્ટ્રને વધુ એક મેડીકલ કોલેજ મળી: રાજયમાં મેડીકલ બેઠકોમાં વધારો થશે : નેશનલ મેડીકલ કાઉન્સીલ દ્વારા 100-100 બેઠકો સાથે મેડીકલ અભ્યાસક્રમ શરૂ કરવા લીલીઝંડી: મોરબી, નવસારી અને રાજપીપળાની મેડીકલ કોલેજોને પણ ટુંક સમયમાં મંજુરી અપાશે

નવી દિલ્હી તા.3 : નેશનલ મેડીકલ કાઉન્સીલે ગુજરાતની પોરબંદર અને ગોધરાની મેડીકલ કોલેજને મંજુરી આપી દીધી છે અને આ બંને કોલેજોમાં એમબીબીએસ અભ્યાસક્રમ માટે 100-100 બેઠકો રહેશે. રાજયમાં કુલ પાંચ નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે મેડીકલ કાઉન્સીલ સમક્ષ દરખાસ્ત થઈ હતી જેમાં પોરબંદર અને ગોધરામાં મેડીકલ કોલેજ માટે મંજુરી આપી દેવામાં આવી છે

જયારે હવે મોરબી-રાજપીપળા અને નવસારી ત્રણ મેડીકલ કોલેજોને આગામી સમયમાં મંજુરી અપાય તેવી શકયતા છે. આ સાથે ગુજરાતમાં હાલ મેડીકલની 5500 બેઠકો છે જે 5700 થઈ જશે. મેડીકલ કાઉન્સીલના જણાવ્યા મુજબ રાજયની આ બે મેડીકલ કોલેજ માટે રૂા.660 કરોડનું બજેટ નિશ્ર્ચિત કરાયું છે. દરેક મેડીકલ કોલેજને રૂા.330 કરોડ મળશે. જેમાં કેન્દ્ર સરકાર 60 ટકા રકમ આપશે અને 40 ટકા રકમ રાજય સરકાર આપશે. 29 જુલાઈના રોજ મેડીકલ કાઉન્સીલ દ્વારા આ મંજુરી અપાઈ હતી અને હવે આગામી સમયમાં અન્ય ત્રણ મેડીકલ કોલેજના નિરીક્ષણ માટે પણ ટીમ આવશે અને તેને પણ મંજુરી મળી જાય તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement