સોશ્યલ મીડિયા પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી વધુ ગાળો ખાનારો ફૂટબોલર !!

04 August 2022 12:21 PM
Sports
  • સોશ્યલ મીડિયા પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સૌથી વધુ ગાળો ખાનારો ફૂટબોલર !!

નવીદિલ્હી, તા.4 : મેન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટવીટર ઉપર સૌથી વધુ ગાળો ખાનારો ફૂટબોલર બની ગયો છે ! તેની સાથે હેરી મૈગ્વાયર પણ છે જેને બેફામ ગાળો આપવામાં આવી છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાછલી સીઝનના પહેલાં હાફ સુધી ટોપ-10 ઓવરસીઝ ખેલાડીઓમાંથી સાતને સોશ્યલ મીડિયા પર અત્યંત ટ્રોલ કરવામાં આવ્યા છે.

એલન ટ્યુરિંગ સંસ્થાન અને ઑફકૉમે મળીને ઈંગ્લીશ પ્રિમીયર લીગની પાછલી સીઝનના પ્રતમ હાફની અંદાજે 23 લાખ પોસ્ટનો અભ્યાસ કર્યો છે જેમાંથી અંદાજે 60 હજાર પોસ્ટમાં ખેલાડીઓને ગાળો ભાંડવામાં આવી છે. 60 હજારમાંથી 30 હજાર પોસ્ટ માત્ર 12 ફૂટબોલરને જ ગાળો આપતી હોવાનું બહાર આવ્યું છે. આ 12માંથી 8 ફૂટબોલરો મેન્ચેસ્ટર યુનાઈટેડના જ છે. આ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે સૌથી વધુ ગાળો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને હેરી મેગ્યુરને આપવામાં આવી છે. તેને પોસ્ટમાં વારંવાર ટ્રોલ કરાયો છે.

સૌથી પહેલાં જ્યારે રોનાલ્ડો મેન્ચેસ્ટર યુનાઈટેડમાં વાપસી કરી હતી. એ દિવસ અન્ય દિવસોની તુલનાએ ત્રણ ગણી વધુ 188, 769 પોસ્ટ થઈ છે. તેમાંથી 3961માં આપત્તિજનક શબ્દો હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સૌથી વધુ કમાણી કરનારો સેલિબ્રિટી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તે દરેક પેડ પોસ્ટથી 19 કરોડ રૂપિયા કમાય છે. તેને પહેલું સ્થાન મળ્યું છે જ્યારે લિયોનલ મેસ્સી એક પેડ પોસ્ટ થકી 14 કરોડ રૂપિયા કમાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement