(ગની કુંભાર) ભચાઉ,તા.4 : ખેડુતોના પ્રશ્નોને વાંચા આપવા હર હંમેશ તૈયાર રહેતા રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજયપાલ ગુજરાત રાજય તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી તથા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવા સહિત અન્યોને રજૂઆત કરતાં જણાવ્યુ કે રાપર વિધાનસભા હેઠળના ભચાઉ તાલુકાના ચોબારી-મનફરા ગામના અંદાજીત 94 જેટલા ખેડુતોના વળતરના મુદ્દો વણઉકેલ્યો હોઈ તેમજ કરછ શાખા નહેરની કેનાલ માંડવી તાલુકાના મોડકુબા સુધી નીર તાજેતરમાં પહોચ્યા હતા.
પરંતુ વધારવામાં પૂરતું વળતર મળશે તેવી આશા સાથે જમીન આપી દીધી. એવા ભચાઉ તાલુકાના મનફરા અને ચોબારી ના ખેડુતોના મુદ્દા અટવાયેલા જ પડ્યા હોઈ તેમજ સલિમગઢ થી માંડવી તાલુકાના મોડકુબા સુધીની નર્મદા કેનાલના આડે ભચાઉ તાલુકામાં અભ્યારણમાંનું ગ્રહણ હતું.અભ્યારણમાંની મંજુરી મળી ગયા બાદ મનફરા અને ચોબારીના ખેડુતોને સારું વળતર મળશે તેવા ભરોશે ખેતીની જમીન આપી દીધી.ખેડુતોને તેમની જમીનમાં મૂળ જંત્રી ભાવ કરતાં પણ ઓછું વળતર મળ્યું છે.