શનિવારે ‘આપ’ વડા અરવિંદ કેજરીવાલ જામનગરમાં: વેપારીઓ સાથે સીધો સંવાદ કરશે

04 August 2022 12:43 PM
Jamnagar Gujarat India Politics
  • શનિવારે ‘આપ’ વડા અરવિંદ કેજરીવાલ જામનગરમાં: વેપારીઓ સાથે સીધો સંવાદ કરશે

* ચાલુ માસમાં સતત બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રમાં: પક્ષની ચૂંટણી તૈયારીને વેગ આપશે

* રાજકોટ બાદ જામનગરમાં ટાઉનહોલ કાર્યક્રમ: રવિવારે છોટા ઉદેપુરમાં જાહેરસભા: મહત્વની જાહેરાત કરે તેવા સંકેત

અમદાવાદ તા.4
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ધારાસભા ચૂંટણી પુર્વે આમ આદમી પાર્ટીની વધતી જતી આક્રમકતા અને પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસમાં તેઓ શનિવાર તથા રવિવારે બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તેમાં શનિવારે તેઓ જામનગરમાં વેપારીઓ સાથે સીધો સંવાદ કરશે તથા તા.7ના રોજ છોટા ઉદેપુરમાં જાહેરસભાને સંબોધશે.

હાલમાં જ તા.1ના રોજ વેરાવળ-સોમનાથમા એક જંગી જાહેરસભા બાદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રાજકોટમાં અગાઉ તા.26ના રોજ વેપારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો જે બાદ હવે શનિવારે તેઓ ગુજરાતના ઔદ્યોગીક શહેરમાં સ્થાન ધરાવતા જામનગરમાં પણ ટાઉનહોલ કાર્યક્રમમાં વેપારીઓ સાથે સીધો સંવાદ કરશે.

તા.7ના રોજ છોટા ઉદેપુરમાં જાહેરસભા સંબોધતા સમયે વધુ એક મહત્વની જાહેરાત કરશે. હાલમાં જ શ્રી કેજરીવાલે ગુજરાતની મુલાકાત દરમ્યાન પ્રથમ મહત્વની જાહેરાતમાં રાજયમાં તમામ માટે 300 યુનીટ ફ્રી વિજળીની જાહેરાત કરી હતી અને બાદમાં તેઓએ રોજગારી સર્જન તથા રોજગારી ભથ્થા વિશે પણ જાહેરાત કરી હતી. હવે છોટા ઉદેપુર ખાતે તેઓ આદિવાસી સહિતના સમાજ માટે કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement