જસદણમાં સીરપના નામે ’નશા’નું વેચાણ, 199 બોટલ સાથે હિંમત કોળી ઝડપાયો

04 August 2022 01:12 PM
Jasdan Crime
  • જસદણમાં સીરપના નામે ’નશા’નું વેચાણ, 199 બોટલ સાથે હિંમત કોળી ઝડપાયો

રૂરલ એસઓજીએ બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પડેલો, સિરપ જેવા લાગતા પદાર્થના નમૂના તપાસ માટે એફએસએલમાં મોકલાયા

રાજકોટ, તા.4
જસદણમાં સીરપના નામે ’નશા’નું વેચાણ થતું હોવાની બાતમીના આધારે રૂરલ એસઓજીએ રહેણાંક મકાનમાં દરોડો પાડી 199 બોટલ સાથે હિંમત કોળી ઝડપી લીધો હતો. હાલ સિરપ જેવા લાગતા પદાર્થના નમૂના તપાસ માટે એફએસએલમાં મોકલાયા છે.

પોલીસે આપેલી વિગત મુજબ જિલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડની સૂચનાથી એસ.ઓ.જી પીઆઇ એસ.એમ.જાડેજા અને પીએસઆઈ એચ.એમ.રાણા સટાફ સાથે જસદણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, કોન્સ્ટેબલ રણજીતભાઇ ધાધલને સંયુક્ત બાતમી મળેલ કે, હિંમત ધુધાભાઇ માંડાણી(ઉ.વ.40) (રહે.જસદણ વિંછીયા રોડ, બીઆરસી ભવનની બાજુમાં) પોતાના રહેણાંક મકાનમાં પ્રતિબંધીત સીરપનો જથ્થો કોઇપણ બીલ કે લાઇસન્સ વગર તેમજ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર નશાના

હેતુથી વેચાણ કરતો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત મળતા એફ.એસ.એલ. અધિકારીઓ અને ફુડ એન્ડ ડ્રગ ઇન્સપેક્ટરને સાથે રાખી રેઇડ કરતા આરોપીના મકાનમાંથી 119 સીરપની બોટલો મળી આવતા તેના વિરૂદ્ધ જસદણ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરી હતી. પોલીસે એક મોબાઈલ, સીરપની બોટલો મળી રૂ.17,010નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં એ.એસ.આઇ પરવેઝભાઇ સમા, હેડ કોન્સ્ટેબલ અમીતભાઇ કનેરીયા, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી અને નરશીભાઇ બાવળીયા પણ ફરજ પર રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement