પોરબંદર-માંગરોળ રોડ ગામ લોકો માટે જોખમી: અકસ્માતો સર્જાય છે

04 August 2022 01:22 PM
Porbandar
  • પોરબંદર-માંગરોળ રોડ ગામ લોકો માટે જોખમી: અકસ્માતો સર્જાય છે

માધવપુર (ઘેડ) ગામમાંથી પસાર થતો

(કેશુભાઇ માવદીયા) માધવપુર(ઘેડ),તા.4
પોરબંદર માંગરોળ જતો રોડ માધવપુર ઘેડ ગામમાંથી જ પસાર થાય છે આ રોડ બાયપાસ રોડ કરીને માધવપુર ઘેડની જનતાને અકસ્માતના કારણે મોતમાંથી બચાવી લેવા 2021ના વર્ષમા ગ્રામસભામાં લેખીત મૌખીક કેશુભાઇ માવદીયા દ્વારા રજુઆત કરવામા આવેલ છતા પોરબંદરથી માંગરોળ જતો હાઇવે રોડ માધવપુર ધેડ ગામમાંથી નીકળતો હોવાથી પુર ઝડપે ભયજનક બે ફીકરાઇથી પસાર થતા વાહનોની ઝાપટે નિદોર્ષ રાહદારી જનતા આવે છે. અમુકને ગંભીર હાલતમાં પોરબંદર જુનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને ત્યાં દમ તોડે છે. આવા બનાવો બને છે. છતા પણ તંત્ર કુંભ નિંદ્રામાં છે.

માધવપુર ઘેડ ગામે હાઇવે રોડ ઉપર ચાર માસમાં બીજા અકસ્માત બન્યો છે. આ રોડ સાઇડમાં બાપા સીતારામ મઢુલી પાસે ગઇકાલે અકસ્માત થતા ગંભીર ઇજા થતા માધવપુરથી સારવાર માટે પોરબંદર હોસ્પિટલમાની કરવામાં આવેલ છે.તેની માહીતી માધવપુર ઘેડની પોલીસ સ્ટેશનમાં પુરીમળી નથી નામ, સરનામાની ખબર નથી અકસ્માત થતા ગામના પુરુષને હાઇવે રોડ ઉપર બાપા સીતારામની જે મઢુલી આવેલ છે

ત્યાં અકસ્માત થયેલ છે. બસ એટલી જ માહીતી છે તેમ જણાવેલ છે ત્યારે જનતાને બચાવવા માટે સ્પીડ બે્રકરો મુકો અથવા બાયપાસ રોડ કરીને જનતાને અકસ્ત માલકની મોતને ઘાટ નિર્દોર્ષ જનતાને ઉતારે છે. તેનામાં કોણ જવાબદારો છે આવો સવાલ સાથે બાયપાસ રોડ કરવા અથવા સ્પીડ બ્રેકર મુકીને અકસ્માતોથી બચાવવા જનતામાં માંગ ઉઠી છે.


Loading...
Advertisement
Advertisement