ગોંડલમાં લમ્પીનો હાહાકાર: પાંચ ગાય, બે વાછરડાના મોત

04 August 2022 01:32 PM
Gondal
  • ગોંડલમાં લમ્પીનો હાહાકાર: પાંચ ગાય, બે વાછરડાના મોત

વાયરસ સામે ગૌધનને બચાવવા સંસ્થાઓ દ્વારા અભિયાન

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.4 : સમગ્ર ગુજરાત મા લમ્પી વાયરસ ગૌધન નો ભોગ લઈ રહ્યો છે. પ્રસરી રહેલા વાયરસ ને કારણે અનેક ગાયો મોત ને ભેટી રહી છે.ત્યારે ગોંડલ મા પાંચ ગાય તથા બે વાછરડા ના વાયરસ ને કારણે મોત નિપજ્યા છે.ગોંડલ પંક મા લમ્પી વાયરસ ને લઈ ને ઠેર ઠેર વેકશીન કેમ્પ યોજાઇ રહ્યા છે.સરકારી તંત્ર પણ હરકત મા આવી પશુઓ ને બચાવવા કામે લાગ્યુ છે.બીજી બાજુ ગાયો ના જતન માટે કામ કરી રહેલા ગોમંડલ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા શહેર મા રઝળતી ગાય તથા ખુટીયા માટે વેકશીન તથા વાયરસ ડોઝ આપી ગૌધન બચાવવા અભિયાન શરુ કરાયુ છે.

ગોમંડલ ગૌસેવા ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઈ પરડવા એ જણાવ્યુ કે શહેર મા અંદાજે ચાર થી પાંચ હજાર રઝળતી ગાયો તથા ખુટીયા ઓ ને વાયરસ થી બચાવવા વેકશીન અપાઇ રહ્યુ છે.અત્યાર સુધી મા બારસો ગાયો ને વાયરસ રસી મુકાઇ છે.અને ટ્રસ્ટ દ્વારા ચાલતી પશુ હોસ્પિટલ મા લમ્પીગ્રસ્ત પચ્ચીસ ગાય ની સારવાર ચાલી રહી છે.ટ્રસ્ટ ની ટીમ દ્વારા રોજીંદા શહેર મા ફરી વેકશીન ની કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા ગૌશાળા ને અપાતા વેકશીન તથા ડોઝ વેકશીન પુરતા પ્રમાણ માં મળતા ના હોય અને બજાર મા થી ખરીદવા મોંઘા પડતા હોય ગૌધન ને બચાવવા અનુદાન આપવા ગોરધનભાઈ પરડવા એ અપીલ કરી છે.


Loading...
Advertisement
Advertisement