નાની સાતમ નિમિત્તે શિતળા માતાના પૂજન માટે મહિલાઓ ઉમટી

04 August 2022 02:25 PM
Jamnagar Dharmik
  • નાની સાતમ નિમિત્તે શિતળા માતાના પૂજન માટે મહિલાઓ ઉમટી

જામનગરમાં આજે શ્રાવણ સુદ સાતમના રોજ શિતળા-ઓળી માતાના પૂજનનું વિશેષ મહત્વ હોય છે. નાની સાતમ તરીકે આજનો દિવસ ઓળખાય છે. એક જમાનામાં જયારે મેડિકલ સાયન્સ વિકસિત ન હતું ત્યારે બાળકને ઓળી-અછબડા નિકળતા અને તે જડમૂળમાંથી મટે તે માટે ઓળી-શિતળા માતા સમક્ષ બાળકને નમાવવા માતા જતી હતી ત્યારે માતાજીને નેણ, બંગડી, ચાંદલો ચડાવી, કુલરનો પ્રસાદ ધરાવી, શ્રીફળ વધેરી પ્રાર્થના કરાતી હતી. આ પરંપરા આજે પણ આસ્થા સાથે જળવાયેલી છે. નાગેશ્ર્વરમાં આવેલ મોટા શિતળા મંદિર તરીકે ઓળખાતા મંદિરે તેમજ ચાંદીબજાર-બુગદામાં આવેલ નાની શિતળા તરીકે ઓળખાતા મંદિરોમાં તેમજ અન્ય શિવમંદિરોમાં આવેલ શિતળા માતાજીની દેરીએ દર્શન-પૂજા માટે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. (તસ્વીર: હિતેષ મકવાણા)


Related News

Loading...
Advertisement
Advertisement