મોંઘવારી જ ટાર્ગેટ: કાલે ફરી વ્યાજદર વધશે

04 August 2022 04:04 PM
Business India
  • મોંઘવારી જ ટાર્ગેટ: કાલે ફરી વ્યાજદર વધશે

◙ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની મોનીટરી કમીટીની બેઠકનો નિર્ણય કાલે જાહેર થશે

◙ કોરોના પુર્વેના 5.15ના સ્તરે રેપોરેટ આવશે તેવો સંભવ: 50 બેઝીક પોઈન્ટ વધારે તો લોન ધારકોને મોટો માર: થાપણોના વ્યાજદર સપ્ટેમ્બરથી વધી શકે

મુંબઈ: દેશમાં એક તરફ ઉંચા ફુગાવાની સ્થિતિ બની રહી છે અને હજુ આગામી ડિસેમ્બર માસ સુધી ભાવસપાટીમાં ઘટાડાની શકયતા નહીવત છે તે વચ્ચે આવતીકાલે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ફરી એક વખત વ્યાજદરમાં વધારો કરે તેવા તમામ સંકેત છે. રિઝર્વ બેન્કની મોનેટરી પોલીસીની સમીક્ષા બેઠક ગઈકાલથી મુંબઈમાં પ્રારંભ થયો છે અને આવતીકાલે સવારે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંતા દાસે ધિરાણ નીતિની સમીક્ષાની જાહેરાત કરતા સમયે રેપોરેટમાં 25થી35 બેઝીક પોઈન્ટનો વધારો કરી શકે છે. હાલમાં જ અમેરિકી ફેડ દ્વારા વ્યાજદર 75 બેઝીક પોઈન્ટ વધાર્યા છે અને તેથી વિશ્વભરના અર્થતંત્ર માટે આ જ નીતિ અપનાવવાનું દબાણ છે

અને રિઝર્વ બેન્ક મે માસમાં 40 બેઝીક પોઈન્ટ તથા જૂનમાં 50 બેઝીક પોઈન્ટ વ્યાજદર વધાર્યા હતા અને હાલ રેપોરેટ 4.90% છે. જો કે રિઝર્વ બેન્કની આ પુર્વે જ હાલમાં જ ફરી એક વખત ધિરાણ મોંઘુ બનાવ્યું છે. કોરોના પુર્વે રેપોરેટ 5.15% હતો અને કાલે રિઝર્વ બેન્ક સંભવત પુન: આ સ્તરે લઈ જશે. ખાસ કરીને જથ્થાબંધ ફુગાવો હજુ 15% આસપાસ છે. છૂટક ફુગાવો 6% ઉપર અને 7%ની નીચે છે. જે રિઝર્વ બેન્કના કન્ફર્ટ- ઝોનથી આગળ છે અને હવે અગાઉના દર વધારા બાદ મોંઘવારીમાં થોડી રાહત આપવાનું શરૂ થશે. ખાસ કરીને ખરીફ પાક બજારમાં આવતા જ ભાવ સપાટી ઘટશે.

જો કે હવે વિશ્વમાં મંદીની ચિંતા છે અને વિશ્વભરના અર્થતંત્રોની ગતિ ધીમી પડશે તેવું માનવામાં આવશે અને ભારત કદાચ મંદીમાં પુરી રીતે સપડાય નહી તો પણ નિકાસ વિ.ને અસર થશે. રિઝર્વ બેન્કના વ્યાજદર વધારા બાદ હોલ તથા ઓટોલોન મોંઘી થશે અને દિપાવલી સમયે હવે મંદીની સ્થિતિ વિશ્વમાં કેવી રીતે અસર કરશે તેના પર નજર છે. જો કે આ સાથે બેન્કો તેની થાપણોના દર પણ વધારશે તો ઓકટોબર માસથી નાની બચતના વ્યાજદર પણ વધશે તેવા સંકેત છે. રિઝર્વ બેન્કની હાલની પ્રાયોરીટી મોંઘવારી વધતી રોકવાની છે જેમાં સફળતા મળવા લાગી છે. પણ હવે મોંઘવારી ઘટાડાનો એજન્ડા રિઝર્વ બેન્ક અમલમાં મુકશે.


Related News

Loading...
Advertisement
Advertisement