શિવસેનાના બાગી ધારાસભ્યોના મુદે હવે સુપ્રીમમાં સોમવારે નિર્ણય

04 August 2022 04:07 PM
India Politics
  • શિવસેનાના બાગી ધારાસભ્યોના મુદે હવે સુપ્રીમમાં સોમવારે નિર્ણય

વિવાદ બંધારણીય ખંડપીઠને સુપ્રત થઈ શકે: ચૂંટણીપંચને હાલ કોઈ નિર્ણય નહી લેવા સુપ્રીમનો આદેશ

નવી દિલ્હી: શિવસેનાના ‘બાગી’ ધારાસભ્યોને વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા મુદે આજે સર્વોચ્ચ અદાલતે કોઈ નિર્ણય લીધો નથી અને હવે આ વિવાદ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠને સુપ્રત થાય તેવી ધારણા છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ક્રિષ્ન મુરારી અને ન્યાયમૂર્તિ હીમા કોહલીના વડપણ હેઠળની ખંડપીઠે ચૂંટણીપંચને પણ શિવસેના અંગે કોઈ નિર્ણય નહી લેવા આદેશ આપ્યો છે. શિવસેનાના બાગી શિંદે જૂથે સાચી શિવસેના તેઓજ હોવાનો અને સેનાનું ચૂંટણી પ્રતિક તેમને ફાળવવા માંગ કરી છે. હવે બંધારણીય બેંચને સુપ્રત થાય તો બાગી ધારાસભ્યો સલામત છે કે કેમ તે પણ સસ્પેન્સ છે.


Related News

Loading...
Advertisement
Advertisement