મુંબઈમાં 1400 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

04 August 2022 04:08 PM
Maharashtra
  • મુંબઈમાં 1400 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ મોટા ડ્રગ્સ કાંડનો પર્દાફાશ : બાતમીના આધારે એક દવા કંપનીમાં દરોડો પાડતા એમડી ડ્રગ્સનો 700 કિલોનો જથ્થો જપ્ત: એક મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ

મુંબઈ તા.4 : મુંબઈ પોલીસ અધિકારીઓએ પડોશી પાલઘર જિલ્લામાં માદક પદાર્થ એમડી ડ્રગ્સનો રૂા.1400 કરોડનો 700 કિલો જથ્થો ઝડપી પાડતા ખળભળાટ ફેલાયો છે. આ મામલામાં એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ છે.મુંબઈ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલ નશીલી દવાનું વજન 700 કિલોથી વધુ છે.

આ કાર્યવાહી મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટીકસ સેલે કરી હતી. નાલાસોપારા વિસ્તારમાંથી 703 કિલોગ્રામ એમડી ડ્રગ જપ્ત કર્યું હતું. સેલના ડીસીપી દતા નલવાડેએ જણાવ્યું હતું કે આ મામલે એક મહિલા સહિત પાંચ ડ્રગ પેડલરની ધરપકડ કરાઈ છે. ખરેખર તો એક દવા કંપની પર દરોડા દરમિયાન આ ખેપ પકડાઈ હતી. નલવાડેએ જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિકસ સેલ (એએનસી)એ આ દરોડો પાડયો હતો.

બાતમીદાર તરફથી પોલીસને માહિતી મળી હતી કે આ દવા ફેકટરીમાં પ્રતિબંધીત દવા મેફેડ્રોનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં ચાર આરોપીની મુંબઈથી ધરપકડ થઈ હતી જયારે એક શખ્સની નાલાસોપારાથી ધરપકડ કરાઈ હતી. પકડાયેલ નશીલી ડ્રગ્સની મ્યાઉ મ્યાઉ કે એમડી તરીકે ઓળખ થઈ છે. આ ડ્રગ એક સિન્થેટીક પાવડર છે જે ઉતેજક છે. તેને નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબ્ટેન્સ (એનડીપીએસ) અધિનિયમ અંતર્ગત માદક પદાર્થ માનવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement