દુષ્કર્મ કેસ: આસારામ સાક્ષીઓની કોર્ટેમાં જુબાની

04 August 2022 04:14 PM
Surat Gujarat
  • દુષ્કર્મ કેસ: આસારામ સાક્ષીઓની કોર્ટેમાં જુબાની

આસારામને વીડીયો કોન્ફરન્સમાં રજુ કરાયા

ગાંધીનગર,તા.4 : સુરત સાધિકા પર દુષ્કર્મ કેસમાં સંડોવાયેલ અને ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચામાં રહેલા આસારામ છેલ્લા કેટલાક વર્ષથી જોધપુર જેલમાં છે. ત્યારે આ કેસમાં આજે ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓની જુબાની લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવતા આસારામ સહિતના અન્ય આરોપીઑની કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી.

જ્યારે આસારામને આજે જોધપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવ્યા હતા . ઉલ્લેખનીય છે કે, આસારામ દ્વારા કરેલા દુષ્કર્મ કેસમાં કુલ 7 આરોપીમાંથી 6 આરોપીઓ જામીન પર છે. અને હાલ આસારામ રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ સજા કાપી રહ્યા છે. નોંધનીય છે કે સુરતની બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલતી ટ્રાયલ સુરતની એક મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સાથે સંબંધિત છે. અને મહિલાએ આરોપ મૂક્યો હતો કે,

જ્યારે તે 1997 થી 2006 દરમિયાન આશ્રમમાં રહી હતી. ત્યારે આસારામે તેનું શારીરિક શોષણ કર્યું હતું. આ કેસમાં નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે આજે ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં આશારામ ની પુત્રી ઉપરાંત ચાર રાધિકા નિવેદન આપવા કોર્ટમાં પહોંચી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement