બોલિવુડના અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન

04 August 2022 04:19 PM
Entertainment
  • બોલિવુડના અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન

હૃદયની બીમારીથી પીડાતા હતા મિથિલેશ: ‘ક્રેઝી-4’, ‘તાલ’, ‘સત્યા’, ‘ક્રિસ’ સહિતની ફિલ્મોમાં તેમણે યાદગાર ભૂમિકા ભજવેલી

મુંબઈ તા.4: રાકેશ રોશનની ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં ભૂમિકા ભજવનાર અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું નિધન થયું છે તેઓ હૃદયની બીમારીનો સામનો કરી રહ્યા હતા, કેટલાક દિવસ પહેલા તેમને હાર્ટએટેક આવ્યો હતો અને રિકવર થવા લખનૌમાં હતા. ગઈકાલે સાંજે તેમણે અંતિક શ્ર્વાસ લીધા હતા.

મિથિલેશ ચતુર્વેદીના નિધનના ખબરની પુષ્ટિ તેમના જમાઈ આશિષ ચતુર્વેદીએ કરી હતી. ભાવુક થઈ આશિષે લખ્યું હતું- આપ દુનિયાના સૌથી સારા પિતા હતા, આપે મને જમાઈ તરીકે નહીં, પુત્રની જેમ પ્રેમ આપ્યો.
મિથિલેશના નિધનથી બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ છે. મિથિલેશ ચતુર્વેદીએ 1997માં આવેરી ફિલ્મ ‘ભાઈ ભાઈ’થી બોલિવુડમાં કેરિયરનો આરંભ કર્યો હતો.

બાદમાં તેમણે સત્યા, તાલ, ફિઝા, રોડ, કોઈ મિલ ગયા, બંટી ઔર બબલી, ક્રિસ, ગાંધી માય ફાધર જેવી અનેક ફિલ્મોમાં કામ કયુર્ં હતું. આ ફિલ્મોમાં મિથિલેશે અલગ અલગ પાત્રો ભજવીને પોતાની ઓળખ ઉભી કરી હતી. 2020માં આવેલી વેબ સીરીઝ ‘સ્કેમ 1992’માં પણ નજરે પડયા હતા. હાલમાં તેઓ ‘બંછડા’ નામની એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement