મુંબઈ: મહિલા ક્રિકેટ સ્ટાર ઝુલન ગોસ્વામીની બાયોપીક ‘ચકડે એકસપ્રેસ’નું શુટીંગ શરૂ કરતા પહેલા ફિલ્મ સ્ટાર અનુષ્કા શર્મા યુકે ખાતે લીડસમાં ક્રિકેટની તાલીમ લેશે. ઝુલન ગોસ્વામીને રૂપેરી પરદે ઉતારવામાં અનુષ્કા કોઈ કચાશ રાખવા નથી માંગતી. ‘ચકડે એકસપ્રેસ’માં અનુષ્કા ચાર વર્ષના અંતરાલ બાદ ચમકી રહી છે. એ પહેલા વર્ષ 2018માં તે શાહરુખખાન સ્ટારર ફિલ્મ ‘ઝીરો’માં ચમકી હતી.
ઓગસ્ટના મધ્યમાં ફિલ્મનું શુટીંગ શરૂ થાય તે પહેલા અનુષ્કા પોતાનું બોડી ક્રિકેટરની ભૂમિકા ભજવવા માટે પરફેકટ બનાવવા માંગે છે. તે પોતાના પાત્રને ન્યાય આપવા માટે યુકેના લીડસના ગ્રાઉન્ડમાં ક્રિકેટની તાલીમ લેશે. નેટ ફિલકસની આ ફિલ્મમાં ભારતની ફાસ્ટેસ્ટ મહિલા બોલર અને ક્રિકેટ સ્ટારની ભવ્ય ક્રિકેટ યાત્રાને દર્શાવાઈ છે. ઝુલનની સિદ્ધિને સરકારે વર્ષ 2018માં તેના માનમાં પોસ્ટ સ્ટેમ્પ બહાર પાડીને બિરદાવી હતી. મહિલા ક્રિકેટમાં ઝુલણનો સૌથી વધુ વિકેટ લેવાનો વિક્રમ છે. ફિલ્મનું શુટીંગ ભારત અને યુકેમાં થશે.