◙ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન લોકો પોતાના ઘરે ત્રિરંગો લહેરાવવાનો રાષ્ટ્ર ચેતના સંદેશ પ્રસરાવશે એવો મને વિશ્વાસ છે:- ભુપેન્દ્રભાઈ પટેલ
◙ ધ્વજ લહેરાવવાની જે સ્વતંત્રતા આપણને મળી છે તે સરળતાથી નથી મળી : આપણા પૂર્વજો અને દેશના અનેક યુવાનોએ એના માટે શહીદી વહોરી લીધી છે:- સી.આર.પાટીલ
સુરત, તા.4
આજે સુરત ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત ભારત દેશની આઝાદીની 75 વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી સંદર્ભે ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, આપણે નરેન્દ્રભાઈ મોદી ની પ્રેરણાથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન એ દેશની એકતા, અખંડીતતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારત નાં પ્રતિક રાષ્ટ્રીય તિરંગાને ઘરે ઘરે લાહેરાવવાનું આહ્વાન કર્યું છે અને ગુજરાતમાં પણ આ આહ્વાનને વ્યાપક પ્રમાણમાં જીલી લઈને આગામી 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન એક કરોડ ઘરો ઉપર તિરંગો લહેરાવવો છે.
હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા પદયાત્રા પ્રત્યે સુરત વાસીઓમાં 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન પોતાના ઘરે ત્રિરંગો લહેરાવવાનો રાષ્ટ્ર ચેતના સંદેશ પ્રસરાવશે એવો મને વિશ્વાસ છે. સી.આર.પાટીલ સંબોધન કરતા જણાવ્યું કે, આ ધ્વજ જે સહજતાથી અને ગૌરવભેર આપણે લહેરાવીએ છીએ તે વખતે આપણે યાદ રાખવું જોઈએ કે આ ધ્વજ લહેરાવવાની જે સ્વતંત્રતા આપણને મળી છે તે સરળતાથી નથી મળી આપણા અનેક પૂર્વજો અને દેશના અનેક યુવાનોએ એના માટે શહીદી વહોરી લીધી છે.
દેશના અનેક યુવાનોએ અંગ્રેજોની ગોળીઓ છાતી પર જીલી છે અને ત્યારપછી આપણને મળેલી સ્વતંત્રતાને કારણે આપણે ધ્વજ અહી લહેરાવી શકીએ છીએ.સરકારી ઓફિસો પર, ગ્રામપંચાયત થી સચિવાલય સુધી આ રાષ્ટ્રધ્વજ તો લાગશે જ પરંતુ ત્રિરંગાને જે દરેકના ઘરે ઘરે લગાવવાનો છે તે આગ્રહ દરેકે કરવાનો છે.
વધુ માં સી. આર.પાટીલ એ જણાવ્યું કે, આપણે ખરા અર્થમાં આ રાષ્ટ્રધ્વજને મહત્વ આપીએ છીએ. કોઈ આપણને આપી જાય અને આપાને લહેરાવીએ એના કરતા જે બાળકોએ પોતાના બચતના ડબ્બા તોડીને એમાંથી રાષ્ટ્રધ્વજ ખરીદીને પોતાના ઘર પર લગાવ્યા છે. મારે આપ સૌને પણ કહેવું છે કે યુવાનો અને વિદ્યાર્થીઓએ પણ પોતાના ઘર પર ધ્વજ લાગાવે અને એના ફોટા અને વિડીઓ તે પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરતા જાય એનાથી બાકીના મિત્રોને પણ પ્રેરણા મળશે.
આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડિયા, ઉર્જા મંત્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શાશક પક્ષના ડે.મેયર દિનેશભાઈ જોધાણી, સાશક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂત, દંડક વિનોદભાઈ, શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંજ્મેરા, સ્ટે.કમિટીના ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ સહીત ધારાસભ્ય ઓ, નગરપાલિકાનાં હોદ્દેદાર ઓ તેમજ પ્રદેશના પદાધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.