શેરબજારમાં 1100 પોઈન્ટની તોફાની વધઘટ: બેંક શેરોમાં દબાણ: રૂપિયો વધુ 40 પૈસા તૂટયો

04 August 2022 05:24 PM
Business India
  • શેરબજારમાં 1100 પોઈન્ટની તોફાની વધઘટ: બેંક શેરોમાં દબાણ: રૂપિયો વધુ 40 પૈસા તૂટયો

રાજકોટ તા.4
મુંબઈ શેરબજારમાં આજે તોફાની વધઘટ વચ્ચે મંદીનો આંચકો અનુભવાયો હતો. હેવીવેઈટ શેરોમાં ગાબડાથી સેન્સેકસ 125 પોઈન્ટ તૂટયો હતો. શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઈ હતી. વિદેશી સંસ્થાઓની લેવાલી, ક્રુડની મંદી, વ્યાજદર વધારો મામુલી જ રહેવાની અટકળો તથા વિદેશી માર્કેટની તેજીના પ્રભાવ હેઠળ બજાર ગ્રીન ઝોનમાં ધમધમવા લાગ્યુ હતું.

પરંતુ ચીને તાઈવાન પર એરસ્ટ્રાઈક કરી હોવાની વાત આવતા જ ગભરાટભરી વેચવાલીનો મારો શરૂ થઈ ગયો હતો. માર્કેટ મંદીમાં પટકાયુ હતું. જો કે ચીનનું કોઈ ગંભીર પગલુ ન હોવાનું સ્પષ્ટ થતા ફરી રીકવરી આવવા લાગી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ચીનની એરસ્ટ્રાઈકની વાતે તેજીનો ખેલ ખરાબ થયો હતો. પછી રિકવરી આવવા છતાં વલણ મિશ્ર પ્રકારનું હતું. હવે આવતીકાલે વ્યાજદર વધારાના નિર્ણયની અસર રહેશે.

શેરબજારમાં આજે સીપ્લા, નેસલે, સનફાર્મા, ડીવીઝ લેબ, ઈન્ફોસીસ, ટીસીએસ વગેરે ઉંચકાયા હતા. રીલાયન્સ, કોટક બેંક, સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક, કોલ ઈન્ડીયા, એલઆઈસીમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 122 પોઈન્ટના ગાબડાથી 57227 હતો. તે ઉંચામાં 58712 તથા નીચામાં 57577 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 32 પોઈન્ટ ઘટીને 17356 હતો તે ઉંચામાં 17490 તથા નીચામાં 17161 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત બીજા દિવસે ગગડયો હતો અને 40 પૈસા તૂટીને 79.56 સાંપડયો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement