વિશ્વ કલ્યાણકારી, જગતના નાથના રૂપ, નામ, ગુણો તેમજ દેશ (નિવાસ સ્થાન) જાણ્યા બાદ તો તેના દર્શનથી ઘડીઓ ખુબ જ નજીક આવી જાય છે પરંતુ સાથે સાથે શિવપિતાના કર્તવ્યથી પરિચિત થવાથી જ તેમની સમીપતાનો અનુભવ કરી શકીએ છે. શિવપિતા સ્વયં
- અજન્મા એટલે કે, જન્મ મરણથી ન્યારા,
- અભોકતા એટલે મનુષ્યની જેમ સુખ-દુ:ખની ભોગનાથી પરે,
- અકર્તાનો અર્થ શિવ નિરાકાર હોવાના કારણે તેમજ પોતાનું શરીર ન હોવાના કારણે તેઓ પોતે કાર્ય કરતા નથી.પરંતુ ત્રણ દેવતાઓનીરચના કરી કાર્ય કરી રહ્યા છે. માટે તેને કરન કરાવનાર પણ કહેવામાં આવે છે. શિવના અલગ અલગ નામો પણ તેના કર્તવ્ય મુજબ જ રાખવામાં આવ્યા છે. તેના શ્રેષ્ઠ કાર્યની ઝાંખી કરાવતું એક નામ એટલે ત્રિકાલદર્શી.
શંકર દ્વારા પરિવર્તનનું કાર્ય :
શંકર જે શબ્દનો અર્થ જ વિનાશકારી થાય છે. શિવ પરમાત્મા શંકર દ્વારા જુની, પુરાણી, ભ્રષ્ટાચારી, આસુરી કળીયુગ દુનિયાનો મહાવિનાશ કરાવે છે. જેનો ઉલ્લેખ મહાભારતની લડાઇમાં મુસળ અથવા બ્રહ્માસ્ત્રના ઉપયોગથી મળે છે. તો પરમાત્મા વર્તમાન સૃષ્ટિને કળીયુગના અંતની દુનિયા કહે છે. અમેરિકા અને રશિયા જેવા દેશોએ જે હાઇડ્રોજન બોંબ, મીસાઇલ્સ બનાવ્યા તે વાસ્તવમાં મુસળો છે અને બ્રહ્મા દ્વારા શિવ પરમાત્મા જ્ઞાન અને સહજ રાજયોગનું શિક્ષણ આપી રહ્યા છે. તે બ્રહ્માસ્ત્રની સાબિતી આપે છે. પરમાત્મા સાહેહ પ્રિત બુધ્ધિ પાંડવો અને વિપરીત બુધ્ધિ કૌરવો તથા યાદવોની વર્તમાન કર્મ ક્ષેત્ર પર જ લડાઇ થઇ રહી છે. આમ નજીકના ભવિષ્યમાં જ મહાપરિવર્તન થનાર છે. જે શંકરનું કર્તવ્ય છે.
વિષ્ણુ દ્વારા દૈવી દુનિયાની પાલના :
પરિવર્તન બાદ જે નવી સતયુગી દૈવી દુનિયા આવે છે તેમાં જે બ્રહ્મા છે તે જ વિષ્ણુ બને છે. જેની યાદગાર બ્રહ્માની નાભિ કમળમાંથી વિષ્ણુ અને વિષ્ણુની નાભિ કમળમાંથી બ્રહ્માની ઉત્પતિના સ્વરૂપે વર્ણન છે. વાસ્તવમાં બ્રહ્મા સંપૂર્ણ પુરૂષાર્થ બાદ વિષ્ણુ બની નવી દુનિયાની પાલનાનું કર્તવ્ય કરે છે. વિષ્ણુના હાથમાં ચાર અલંકારો શંખ, ચક્ર, ગદા અને પદ્મ (કમળ) બતાવવામાં આવે છે, તેનો પણ ગૃહ્ય અર્થ પરમાત્મા સમજાવે છે.
- શંખ જેમ ધ્વનિનું સૂચન કરે છે. તેમ મુખ રૂપી શંખ પરમાત્મા શિવે આપેલ જ્ઞાનને દરેક આત્મા સુધી પહોંચાડવાનો નિર્દેશ કરે છે.
- સ્વદર્શનચક્ર એટલે કોઇ સંહારની વાત નથી, દેવતાઓ કયારેય સંહાર કે હિંસા ન કરે. પરંતુ સ્વ એટલે પોતે અને પોતાનું દર્શન એટલે આત્માઅભિમાની સ્થિતિ બનાવવી.
- ગદા હિંસાની નિશાની છે પરંતુ તેનાથી કોઇ સ્થુળ હિંસા નથી કરવાની. પરંતુ જ્ઞાન ગદાથી અવગુણો રૂપી અસુરોનો સંહાર કરવાનો છે.
- કમળ પવિત્ર જીવન બનાવવાની સુચના આપે છે. જેમ કાદવની અંદર ખીલતું કમલ કાદવથી અલિપ્ત અને ન્યારૂ રહે છે તેમ વિષય વિકારવાળા સંસારમાં રહેવા છતાં અલિપ્ત અને ન્યારા રહેવાની વાત છે.