કચ્છ: હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSFને જોઈ બોટ સવારો ફરાર

04 August 2022 10:33 PM
kutch Crime Saurashtra
  • કચ્છ: હરામીનાળા વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSFને જોઈ બોટ સવારો ફરાર

આજે સવારે ભારતીય સીમા સુરક્ષા દળની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે ઓપરેશન પાર પાડ્યું, બોટમાંથી માછલી પકડવાની જાળ અને અન્ય સાધનો જપ્ત કરાયા, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી

રાજકોટ:
કચ્છ હરામીનાળા દરાયાઈ વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. BSFને જોઈ બોટ સવારો ફરાર થઈ ગયા હતા. આજે સવારે ભારતીય સીમા સુરક્ષા દળની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે ઓપરેશન પાર પાડ્યું હતું. બોટમાંથી માછલી પકડવાની જાળ અને અન્ય સાધનો જપ્ત કરાયા છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે બીએસએફએ પેટ્રોલીંગ કરી રહ્યું હતું ત્યારે હરમીનાળા વિસ્તારમાં બે પાકિસ્તાની બોટને ભારતની સીમામાં પ્રવેશ કરતાં જોતાં તેને ઝડપી પાડી હતી. દરમ્યાન બીએસએફને નજીક આવતા જોઈ પાકિસ્તાની માછીમારો બોટ મૂકી ને પાકિસ્તાન તરફ ભાગી ગયા હતા, હાલ BSFની 59 બટાલિયનના જવાનો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement