Top-10 અબજોપતિઓના લિસ્ટમાં મોટા ઉલટફેર: બેજોસને પછાડી શકે છે અદાણી

05 August 2022 09:54 AM
India World
  • Top-10 અબજોપતિઓના લિસ્ટમાં મોટા ઉલટફેર: બેજોસને પછાડી શકે છે અદાણી

* કોઈ સમયે નંબર વન જેફ બેજોસનો ત્રીજો ક્રમ ખતરામાં

* જે રીતે અદાણીની સંપતિ વધી રહી છે તે જોતા એમેઝોનના સ્થાપક ગમે ત્યારે પાછળ ધકેલાઈ શકે

નવી દિલ્હી તા.5
દુનિયાના ટોપ-10 અબજોપતિઓની સંપતિમાં ગઈકાલે મોટા ઉલટફેર જોવા મળ્યો હતો. ભારતના ધનકુબેર વિશ્વના ધનકુબેર જેફ બેજોસને પછાડી શકે છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલેનિયર લિસ્ટમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. એલન મસ્કે એક જ દિવસમાં 4.8 અબજ ડોલરની કમાણી કરી હતી, તો જેફ બેજોસે 5.3 અબજ ડોલરની કમાણી કરી હતી.

લેરી પેજની સંપતિમાં 2.3 બિલિયન ડોલરનો વધારો થયો છે, જયારે સર્ગી બ્રિનની નેટવર્થ 2.2 અબજ ડોલર વધી ગઈ છે. આની અસર એ થઈ કે ટોપ-10ની લિસ્ટમાં બિલ ગેટસને પછાડીને લેરી એલિશનન 107.6 અબજ ડોલરની સંપતિ સાથે 5 માં સ્થાને પહોંચી ગયા છે. આ લિસ્ટમાં માત્ર સર્ગી બ્રિન અને મુકેશ અંબાણી જ એવા બે અબજોપતિ છે જેની સંપતિ 100 અબજ ડોલરથી ઓછી છે.

કયારેક દુનિયાના સૌથી અમીર વ્યક્તિ રહેલા એમેઝોનના પુર્વ સીઈઓ જેફ બેજોસની નંબર 3 ની ખુરશી પણ ખતરામાં છે. જેના પર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નજર છે. જે રીતે અત્યારે અદાણીની સંપતિ વધી રહી છે તે જોતા લાગે છે કે તે આગામી કેટલાક મહિનામાં જેફ બેજોસને પછાડીને દુનિયાના ત્રીજા નંબરના સૌથી વધુ ધનવાન બની જશે. હાલ એલન મસ્ક દુનિયાના નંબર વન અમીર છે.


Related News

Loading...
Advertisement
Advertisement