શિવ પિતાએ ગીતામાં વાયદો કરેલ છે કે, જયારે જયારે ધર્મની ગ્લાની થશે, ચારે બાજુ પાપાચાર, ભ્રષ્ટાચાર, દુ:ખ અને અશાંતિના વાદળો છવાઇ જશે તેવા કળિકાળના અંધકારભર્યા સમયમાં હું દિવ્ય અવતરણ કરી ધર્મ ગ્લાનીનો સમય એટલે વર્તમાન સમય. ધર્મ એટલે ધારણા સ્વરૂપ જીવન.
સૌથી પ્રથમ ધારણા ‘હું એક શુધ્ધ આત્મા છું, શિવ પરમાત્માની સંતાન છું’ એને જ આજે સૌ ભૂલી ગયા પરિણામે દેહ અભિમાનને વશ થઇ અનેક ભૂલો કરી રહ્યા છીએ. ભૂલ થાય એટલે ગ્લાની થવાની જ. સ્વયંને ભૂલ્યા એટલે સ્વયંની ગ્લાની કરવાની શરૂઆત થઇ, સ્વયંના પિતાના વાસ્તવિક પરિચયને ભૂલ્યા પરિણામે શિવપિતાની પણ અનેક શબ્દો, મતમતાંતરમાં ગ્લાની કરતા આવ્યા. પરમાત્મા નામ-રૂપથી ન્યારા છે, સુખ અને દુ:ખ બધુ તેની ઇચ્છા મુજબ જ થાય છે, અરે.. ઘણી વખત કોઇ ત્યાં સુધી કહે છે કે મારનાર પણ તું તો બચાવનાર પણ તુ જ છે..
ખરેખર જો આપણે દિવ્ય ચક્ષુ અને બુધ્ધિથી વિચારીએ તો આ મોટામાં મોટી ધર્મગ્લાની કહેવાય, વિશ્વની સર્વોચ્ચ શકિત જે સર્વજ્ઞ, સર્વશકિતમાન, સર્વોપરી અને સર્વધર્મના એક ઉંચ અને ઉંચ પિતા છે તે સર્વવ્યાપક કઇ રીતે હોઇ શકે ? હા, દરેકની અંદર ઇશ્વરની યાદ છે, તેની યાદ સર્વવ્યાપક છે પરંતુ શિવપિતા તો પરમધામ નિવાસી છે.
જો ભગવાન સર્વવ્યાપી હોય તો દુનિયામાં સુખ-દુ:ખ, ઉંચ-નીચ, હર્ષ-શોક વગેરેનો ભેદ ન હોય. મનુષ્યની અંદર જ જો પરમાત્મા છે એટલે આત્મા સો પરમાત્મા હોય તો શા માટે એવું કહેવામાં આવે છે કે મનુષ્ય ધારે છે કાંઇ અને ઇશ્ર્વર કરે છે કાંઇ?
વર્તમાન સમયને 5000 વર્ષના કલ્પનો અંતનો સમય કહો કે ધર્મગ્લાનીનો સમય કહો શિવ પરમાત્મા સૃષ્ટિ પર દિવ્ય અવતરણ કરી ચુકયા છે. તે સ્વયં પોતાનો પરિચય પોતાના શબ્દોમાં આપી રહ્યા છે. ત્યારે જ તો શિવના દર્શન શકય છે.
શ્રાવણ માસમાં શિવ દર્શન માટે શિવનો સંપૂર્ણ પરિચય મળી જશે અને ત્યારે જ તેમની સાથે વાર્તાલાપ કરી જન્મ જન્માંતરના વિક્રમોને ભસ્મ કરી શકાય.
શિવ પુજાનું મહત્વ
શ્રાવણ માસમાં વિવિધ શિવાલયોમાં શિવદર્શન માટે ભકતજનોની ભીડ લાગે છે. ‘અખિયા દર્શન કી પ્યાસી’ કહાવતને સાક્ષાત સ્વરૂપ અપાવનાર શિવ પોતાના સંપૂર્ણ સ્વરૂપે ભકતજનોની ભાવના પૂર્ણ કરે છે. જેમ દર્શનનું મહત્વ છે તેમ શિવ પુજાનું પણ અનેરૂ મહત્વ છે. જે સ્વયં દર્શનીય છે તે જ પૂજનીય હોય શકે અને તે જ વંદનીય અને સૌના માનનીય પણ હોઇ શકે. જે સ્વયં સદા પવિત્ર હોય તેની જ પુજા થાય. જેની યાદ સૌના દિલમાં હોય તેની જ સામે સૌના મસ્તક નમે.
શિવપુજાની વિવિધ સામગ્રીમાં છુપાયેલ આધ્યાત્મિક રહસ્ય જાણવાથી જ શિવની મહાન શકિતના દર્શન થાય છે.
1. લોટી ચડાવવી
2. દુધનો અભિષેક કરવો
3. દિપ પ્રાગટય
4. બિલીપત્રનું રહસ્ય
5. ધતુરાના ફુલથી શિવપુજા
6. ઘંટ તથા નગારાનું રહસ્ય