ઉપલેટામાં 500થી વધુ ગાયોને રસીકરણ

05 August 2022 10:24 AM
Dhoraji
  • ઉપલેટામાં 500થી વધુ ગાયોને રસીકરણ

ઉપલેટા દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં દુધ ભરતા પશુપાલકોની 500થી વધુ ગાયોમાં રસીકરણ કરવામાં આવ્યું છે રાજકોટ ડેરીના માર્ગદર્શન નીચે લમ્પી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દુધ મંડળીના પશુ દવાખાનાના વેટરનરી ઓફિસર ડો. કલ્પેશ ડોબરીયા રસીકરણની કામગીરી કરી રહ્યા છે ઉપલેટા દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ડાયાલાલ ગજેરાએ જણાવેલ છે કે દુધ મંડળીના પશુ પાલકોની ગાયોમાં રસીકરણ કરી દેવામાં આવેલ છે રાજકોટ ડેરીની સુચના મળ્યા પછી ભેંસોમાં પણ રસીકરણ કરવાની તૈયારી રાખી છે દુધ મંડળીના મંત્રી દિનેશભાઈ કંટારીયાએ પશુ સારવારમાં અંધશ્રધ્ધા નહીં વૈજ્ઞાનિક સારવારમાં શ્રધ્ધા રાખવા જણાવેલ છે. (તસ્વીર અને અહેવાલ: જગદીશ રાઠોડ-ઉપલેટા)


Loading...
Advertisement
Advertisement