નવસારીના એન્જલ ગામના નરેશભાઇ 500 કી.મી.નો સાયકલ પ્રવાસ કરી વિરપુર પહોંચ્યા

05 August 2022 10:30 AM
Dhoraji
  • નવસારીના એન્જલ ગામના નરેશભાઇ 500 કી.મી.નો સાયકલ પ્રવાસ કરી વિરપુર પહોંચ્યા

કુદરતી આફતોમાંથી લોકોને ઉગારવા માટે પ્રાર્થના

મનીષ ચાંદ્રાણી
વિરપુર,તા.5
સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વિરપુર કે જ્યાં હજારો જલારામ ભક્તો પૂ.જલારામ બાપાના દર્શને આવે છે,કોઈ ભક્તો પગપાળા આવે છે તો કોઈ સાઇકલ લઈને આવતા હોય છે, પરંતુ છેલ્લા દસ વર્ષથી નવસારીના એન્જલ ગામથી સાઈકલ લઈને સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા લોકસાહિત્યકાર નરેશભાઈ આહિર ગઇકાલે વિરપુર આવી પહોંચ્યા હતા, વિરપુર પૂ. બાપાના દર્શન કરીને નરેશભાઈ આહીર સોમનાથ તરફ જવા નીકળ્યા હતા.

છેલ્લા દસ વર્ષથી સાયકલ લઈને વિરપુર તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા નરેશભાઈ આહીરે જણાવ્યું હતું કે પોતે લોકસાહિત્યકાર અને ફોટોગ્રાફીના ધંધા સાથે જોડાયેલા છે અને દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કઇ ને કઈ ધ્યેય સાથે આવે છે, ક્યારેક વિશ્વ શાંતિ માટે તો ક્યારેક ધર્મના સંદેશ માટે પરંતુ ચાલુ વર્ષે સમગ્ર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો અને પશુઓમાં લમ્પી વાયરસે પણ તાંડવ મચાવ્યું છે.

જેમને લઈને 1700 કિમિ જેટલો સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને પૂ. જલારામ બાપા અને સોમનાથ દાદા આ કુદરતી અફતો માંથી લોકોને ઉગારે એ હેતુસર વિરપુર પૂજ્ય બાપાના મંદિરે શીશ જુકાવી પ્રાર્થના કરી અને સોમનાથ તરફ આગળ પ્રયાણ કર્યું હતું.

નવાઈની વાત તો એ છે કે નરેશભાઈ આહીર પોતે એકલા જ 1700 કિ.મિ. જેટલો સાયકલ પ્રવાસ કરીને પાછા પોતાના ઘેર પણ સાયકલ લઈને જ જાય છે કોઈપણ વાહનોનો સહારો લેતા નથી.


Loading...
Advertisement
Advertisement