તાઈવાન સમુદ્રી ક્ષેત્રમાં અણું સબમરીન તૈનાત કરતું ચીન

05 August 2022 11:18 AM
India World
  • તાઈવાન સમુદ્રી ક્ષેત્રમાં અણું સબમરીન તૈનાત કરતું ચીન

◙ દક્ષિણ ચીન સમુદ્રમાં સતત વધતો તનાવ

◙ ટાપુ રાષ્ટ્રની સીમાથી ફકત 16 કી.મી. દૂર જ યુદ્ધ અભ્યાસ ચાલુ: લાંબા અંતરના મિસાઈલનું પરિક્ષણ: તાઈવાનની સેના પણ એલર્ટ: 10 લાખ સિવિલ ડિફેન્સ જવાનોને ફરજ પર બોલાવાયા

બિજીંગ: અમેરિકાના સંસદીય ગૃહ સેનેટના અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈવાન યાત્રાથી ઉશ્કેરાયેલા ચીન દ્વારા પેલોસીની વિદાય તુર્ત જ તેના આ પાડોશી દેશની આસપાસ શરૂ કરેલી લશ્કરી ઘેરાબંધીમાં અને લાઈવ-ફાયર યુદ્ધ કવાયત સાથે તાઈવાન નજીકના સમુદ્રી ક્ષેત્રમાં અણુ શસ્ત્રોથી સજજ સબમરીન પણ તૈનાત કરી દીધી છે.

તાઈવાનના સમુદ્રી તટથી ફકત 16 કી.મી.ના અંતરેજ ચીન એ તેના પાડોશી દેશને છ ક્ષેત્રોથી ઘેરવાની કોશીશ કરી છે. ચીનના હવાઈદળ દ્વારા પણ તાઈવાનની હવાઈ સીમામાં અનેક વખત ઉડાન કરીને યુદ્ધનો માહોલ સર્જવાની કોશીશ કરી છે. ચીનના સૈન્ય પ્રવકતાએ જો કે તાઈવાનની ભૂમિ પર પ્રવેશનો કોઈ સંકેત આપ્યો નથી.

પ્રવકતાએ જણાવ્યું કે તાઈવાનની સમુદ્રી સીમા પાસે યુદ્ધના અભ્યાસમાં લક્ષ્યને ચોકકસ રીતે પાર પાડવાની પ્રેકટીસ કરવામાં આવશે તથા લાંબા અંતર સુધી પ્રહાર કરતા શસ્ત્રોનું પરિક્ષણ કરવામાં આવશે.

બીજી રીતે તાઈવાને પણ તેની સીમા સુરક્ષાની તૈયારી કરી છે. ખાસ કરીને તાઈવાન નૌકાદળના 20 યુદ્ધ જહાજો હાલ સમુદ્રી ક્ષેત્રમાં પેટ્રોલીંગ કરે છે તથા તાઈવાનના સૈન્યએ જો ચીની સેના તેની ધરતી પર પ્રવેશ કરે તો ગેરીલ્લા યુદ્ધની પણ તૈયારી કરી છે. તાઈવાનમાં 10 લાખ સિવિલ ડિફેન્સ વોલીયનર્સ છે. જેઓને હવે ટાપુ રાષ્ટ્રના શહેરોની સુરક્ષાની જવાબદારી સુપ્રત થશે.


Related News

Loading...
Advertisement
Advertisement