નવી દિલ્હી તા.5 : આજે પણ એક ચર્ચા છે કે બાળકોને શિક્ષણ માતૃભાષાના માધ્યમમાં આપવું જોઈએ કે અંગ્રેજી માધ્યમમાં હાલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) બાદ સ્કુલી શિક્ષણ માટે નવા પાઠયક્રમને તૈયાર કરવાની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે, જો કે એ પહેલા તેનું એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે,
જેને લઈને એનસીઈઆરટી (નેશનલ કાઉન્સીલ ઓફ એજયુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનીંગ) સામાન્ય લોકોના અભિપ્રાય જાણવામાં લાગ્યું છે. જેને લઈને 10 સવાલો પૂછાયા છે જેમાં એક સવાલ એ છે કે આમજન તેમના બાળકને માતૃભાષામાં ભણાવવા માંગે છે કે અંગ્રેજી, સંસ્કૃત, અન્ય ભાષામાં આ સાથે શિક્ષકો પાસે તે કેવી અપેક્ષા રાખે છે, તેમના ગૌરવને કેવી વધારવામાં આવે વગેરે પ્રશ્ર્નો પુછાયા છે.
એનસીઈઆરટીએ નેશનલ કેરીકયુલમ ફ્રેમવર્ક (એનસીએફ)થી લઈને આમ લોકો વચ્ચે અભિપ્રાય મેળવવાનું અભિપ્રાય મેળવવાનું અભિયાન ઈન્ટરનેટ મીડીયા અને ઓનલાઈન માધ્યમથી છેડયું છે. લોકોને વોટસએપ, ફેસબુક, ઈમેલ, ઈન્સ્ટાગ્રામ, સિગ્નલ, એસએમએસ અને સરકારી સાઈટસના માધ્યમથી સવાલ પૂછયા છે.