ઉપરાષ્ટ્રપતિ, દિલ્હી અને ગુજરાતના મુખ્યમંત્રી કાલે જામનગરની મુલાકાતે

05 August 2022 11:25 AM
Jamnagar Gujarat Top News
  • ઉપરાષ્ટ્રપતિ, દિલ્હી અને ગુજરાતના મુખ્યમંત્રી કાલે જામનગરની મુલાકાતે

વૈંકેયા નાયડુ દ્વારકાધીશના દર્શને : ભુપેન્દ્રભાઈ લમ્પી વાયરસ અંગે કરશે બેઠક : કેજરીવાલનો વેપારીઓ સાથે સંવાદ

જામનગર,તા. 5 : જામનગરમાં કાલે દેશના ઉપરાષ્ટ્રપતિ, ગુજરાત અને દિલ્હીના મુખ્યમંત્રી આવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ શનિવારે દ્વારકાધીશના દર્શને જવાના છે. એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમનું સ્વાગત કરશે. આ બાદ મુખ્યમંત્રી જામનગર શહેર અને જિલ્લા તંત્ર સાથે લમ્પી વાયરસ અંગે બેઠક કરવાના છે. તો સાથે કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જામનગર આવી રહ્યા છે. રાજકોટ બાદ તેઓએ જામનગરમાં ટાઉન હોલમાં સંવાદ કાર્યક્રમ રાખ્યો છે. વેપારીઓ સાથે તેઓ ઓસ્વાલ સેન્ટર ખાતે ચર્ચા કરશે. વેપાર-ઉદ્યોગ જગતના પ્રશ્ર્નો સાંભળી તેઓ જામનગરમાં પણ કોઇ મોટી જાહેરાત કરે એવી શક્યતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement