સલાડ કે શાક; તમો શરીરમાં હેવી મેટલ પધરાવો છો

05 August 2022 11:31 AM
Ahmedabad Gujarat Top News
  • સલાડ કે શાક; તમો શરીરમાં હેવી મેટલ પધરાવો છો

► કોબીજ-રીંગણા-પાલક-ટમાટર-મરચા વિ.નું લેબ પરિક્ષણ

► રાજકોટ-અમદાવાદ સહિતના લીલા શાકભાજી સેમ્પલીંગમાં ખતરનાક- મેટલ જોવા મળ્યા

અમદાવાદ: લીલા શાકભાજી એ આરોગ્ય માટે ખાસ કરીને શરીરમાં ફાઈબર સહિતની આવશ્યકતા માટે સૌથી જરૂરી ગણાય છે અને આપણે હવે સલાડમાં પતાવાળા શાકભાજીનો પણ ઉપયોગ કરીએ છીએ પણ તમો જો આ લીલા શાકભાજી કે સીઝનલ શાકભાજી મારફત તમારા શરીરમાં ઝેરી રસાયણો જ નહી પણ ધાતુઓ પણ રોજબરોજ નાખી રહ્યા છો અને તે રીતે તમારા શરીરને ટોક્ષીન બનાવી રહ્યા છે તે ભાગ્યે જ કોઈને વ્યાપ હશે.
હાલમાં જ પંડિત દીનદયાળ એનર્જી યુનિ.ની સ્કુલ ઓફ ટેકનોલોજી દ્વારા ગુજરાતની ઉપજાવ સહિતની માટીમાં તથા ભુગર્ભ જળમાં મેટલના (ધાતુના) પ્રમાણ અંગે કરાયેલા અભ્યાસ બાદ ચોંકી જવાય તેવા પરિણામો જોવા મળ્યા છે અને બાદમાં અમદાવાદ સહિતની શાકભાજી માર્કેટમાંથી અનેક લીલા શાકભાજીના સેમ્પલ પરિક્ષણ કરાયા બાદ એ નિશ્ચીત થયું

► શાકભાજી ઉગાડવા માટે ગંદાનાળા કે નદીના પટમાં વાડાની જમીન અત્યંત પ્રદુષિત થઈ ચૂકી છે

કે આપણે રોજ આપણી જરૂરિયાત કરતા અનેક ગણું મેટલ આ રીતે શાકભાજી, પાણી વિ. મારફત શરીરમાં ઠાલવીએ છીએ જે અંતે કેન્સર સહિતના વિવિધ રોગો કિડનીની નિષ્ફળતા તથા લીવર વિ.માં નુકશાનકારક સાબીત થઈ રહ્યા છે. ખાસ કરીને રીંગણા, ટમેટા, કોબીજ, ફુલકોબી અને પાલખ જેવા શાકભાજીમાં વિવિધ પ્રકારના હેવી મેટલ જોવા મળ્યા હતા જેમાં નિકલનું પ્રમાણ આપણા ભોજનમાં 1.5% હોવું જોઈએ જે કોબીમાં 4.2% જોવા મળ્યું છે.સીસુ 2.5% હોવું જોઈએ જે પાલખમાં 8.4% જોવા મળ્યું છે. ઝીંક એટલે કે જસતનું પ્રમાણ 50 હતું જે રીંગણમાં 44 માઈક્રોગ્રામ પ્રતિ ગ્રામ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ટમેટામાં કોપર (તાંબુ) કોમીયમ ના પ્રમાણ પણ આ શાકભાજીમાં વધુ જોવા મળ્યા હતા. ખાસ કરીને શાકભાજી વિ. ઉગાડવા માટે નદી કિનારે કે ગંદા પાણીના નિકાલના સ્થળોનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે

► શરીરમાં જતા આ હેવી મેટલનું પ્રમાણ અત્યંત ઉંચુ: કીડનીના કામકાજ પર અસર કરે છે: અનેક રોગ માટે પણ કારણ બને છે

અને આ જમીનમાં ઔદ્યોગીક એકમો કે અન્ય રીતે છોડાતા ગંદા પાણી જમીનમાં ભળે છે તેના કારણે આ તમામ ધાતુઓ પણ જમીનની માટીઓમાં મોજૂદ હોય છે. આ તમામ આર્સનીક જેવું કામ (ધીમા ઝેર) કામ કરે. રાજકોટની વિવિધ શાકમાર્કેટમાંથી જે શાકભાજીના સેમ્પલ લેવાયા હતા તેમાં પણ રીંગણા, કોબીજ, મરચા વિ.માં આ પ્રકારની ધાતુઓનું પ્રમાણ ઉંચુ જોવા મળ્યું હતું. માનવ શરીર આ પ્રકારના હેવી મેટલને પ્રોસેસ કરવા શક્તિમાન નથી અને તેનાથી ખાસ કરીને કીડની તેના નિયમીત રીતે શરીરનો કચરો લોહીમાંથી અલગ કરવાની પ્રક્રિયા કરી શકતી નથી. જેના કારણે અલગ અલગ પ્રકારની નુકશાનદાયક સ્થિતિ બને છે. નિકલના વધુ પ્રમાણના કારણે અનિદ્રા, હાઈ-બીપી જેવી સમસ્યા સર્જાય છે. ઉપરાંત તે પુરુષોની પ્રજોપ્તી શક્તિને ઘટાડે છે. તમામ ધાતુઓ કોઈને કોઈ પ્રકારના રોગની ભેટ આપે છે.

કયા શાકભાજીમાં કઈ હેવી મેટલનું ઉંચુ પ્રમાણ
* કોબીજમાં નિકલનું પ્રમાણ 4.2 મીલીગ્રામ પ્રતિગ્રામ જોવા મળ્યું જે ખરેખર 1.5 હોવું જોઈએ.
* પાલખમાં સીસાનું પ્રમાણ 8.4 મીલીગ્રામ પ્રતિગ્રામ જોવા મળ્યું જે વાસ્તવમાં 2.5થી વધુ હોવું જોઈએ નહી.
* રીંગણામાં ઝીંકનું પ્રમાણ 44 મીલીગ્રામ પ્રતિગ્રામ જોવા મળ્યું જે 5.00 થી વધુ હોવું જોઈએ નહી.
* ટમેટામાં કોપરનું પ્રમાણ 9.9 મીલીગ્રામ પ્રતિગ્રામ જોવા મળ્યું જે 3.0 થી વધુ હોવું જોઈએ નહી.


Related News

Loading...
Advertisement
Advertisement