ભાજપ-મોદી સરકાર પર રાહુલના જબરા પ્રહારો

05 August 2022 11:33 AM
India Politics
  • ભાજપ-મોદી સરકાર પર રાહુલના જબરા પ્રહારો

◙ દેશમાં લોકશાહી ખતમ થઈ રહી છે: ચાર લોકોની તાનાશાહી ચાલે છે: રાહુલ

◙ અમોને સંસદમાં બોલવા દેવાતા નથી: માર્ગો પર આવીએ તો ધરપકડ કરવામાં આવે છે

◙ હાથ પર કાળી પટ્ટી પહેરીને આવ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હી: આજે મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન પુર્વે રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે આકરા આક્ષેપો કરતા 70 વર્ષની લોકશાહી 8 વર્ષના તાનાશાહે હાઈજેક કરી લીધાનો આક્ષેપ કર્યો હતો.

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં અત્યંત આકરા શબ્દોમાં કહ્યું કે આપણે લોકશાહીના મૃત્યુના સાક્ષી બની રહ્યા છીએ. દેશમાં ચાર લોકોની તાનાશાહી છે. અમોને સંસદમાં બોલવા દેવાતા નથી. સડકો પર આવીએ તો અટકાયત કરવામાં આવે છે.

રાહુલ ગાંધીએ આકરા શબ્દોમાં કહ્યું કે, અમો વિરોધ કરવાનું છોડશું નહી. પ્રશ્ન પુછનારની ધરપકડ કરવામાં આવે છે. વિરોધ કરીએ તો ઈડી-સીબીઆઈ પાછળ લગાવી દેવાય છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે દરેક સંસ્થાઓ પર આરએસએસનો કબજો થઈ ગયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement