થાઈલેન્ડમાં મધરાત્રે નાઈટ ક્લબમાં આગ ભભૂકી ઉઠતા 40 લોકોના મોત

05 August 2022 11:37 AM
India World
  • થાઈલેન્ડમાં મધરાત્રે નાઈટ ક્લબમાં આગ ભભૂકી ઉઠતા 40 લોકોના મોત

આગના બનાવમાં 10 લોકો ઘાયલ

બેંગ્કોક (થાઈલેન્ડ),તા. 5
અહીં એનબુટી પ્રાંતમાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાથી 40 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસ અધિકારીનાં જણાવ્યા મુજબ સ્થાનિક સમય અનુસાર મધરાત્રે 1 વાગ્યે આ આગની ઘટના બની હતી. તે સમયે નાઈટ ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હતા. આગ લાગવાથી ભાગદોડ મચી ગઇ હતી જેનાથી અનેક લોકો ઘાયલ થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, સટ્ટાહિપ જિલ્લાના માઉન્ટેન બી નાઈટ ક્લબમાં આગ લગભગ ગુરુવારે મધરાત્રે 1 વાગ્યે લાગી હતી. પીડિતોમાં મોટા ભાગના થાઈ નાગરિકો હતા. આ દુર્ઘટનામાં કેટલાક વિદેશીઓ પણ ઘાયલ થયા હતા. આગ લાગ્યાનું કારણ હજુ બહાર નથી આવ્યું. પોલીસ તપાસમાં લાગી ગઇ છે. કેટલાક ઘાયલોની ગંભીર હાલત છે.


Related News

Loading...
Advertisement
Advertisement