સૌરાષ્ટ્રમાં શ્રાવણ વરસ્યો: ગઢડામાં સાડા ત્રણ, ભેંસાણ-જૂનાગઢમાં 3 ઇંચ

05 August 2022 11:38 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં શ્રાવણ વરસ્યો: ગઢડામાં સાડા ત્રણ, ભેંસાણ-જૂનાગઢમાં 3 ઇંચ
  • સૌરાષ્ટ્રમાં શ્રાવણ વરસ્યો: ગઢડામાં સાડા ત્રણ, ભેંસાણ-જૂનાગઢમાં 3 ઇંચ

વરસાદનો નવો રાઉન્ડ શરૂ: સાવરકુંડલા અને તાલાલામાં અઢી, મેંદરડામાં 1, બરવાળામાં 2 ઇંચ સહિત સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં હળવો-ભારે વરસાદ વરસ્યો

રાજકોટ,તા.5
સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગિર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 0ાાથી 3ાા ઇંચ સુધીનો વરસાદ પડયો છે. જેમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 3ાા, બરવાળામાં 2 અને રાણપુરમાં 1 ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત જૂનાગઢના ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યમાં 3 ઇંચ, જૂનાગઢ શહેરમાં 1 ઇંચ, મેંદરડામાં 1 અને માંગરોળમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. તથા ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 2ાા ઇંચ અને સુત્રાપાડામાં 1 ઇંચ વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત અમરેલીના સાવરકુંડલામાં 2ાા ઇંચ, બાબરામાં દોઢ ઇંચ, ખાંભામાં 1 અને લાઠીમાં 0ાા ઇંચ તથા લીલીયામાં પોણો ઇંચ અને ભાવનગરના ગારીયાધરામાં 1, પાલીતાણામાં 1, સિંહોરમાં દોઢ, વલ્લભીપુરમાં દોઢ, અને ઉમરાળામાં 1 ઇંચ તથા સુરેન્દ્રનગરના લખતરમાં 1 તથા ધ્રાંગધ્રામાં 0ાા ઇંચ અને રાજકોટ જિલ્લાના જેતપુરમાં દોઢ ઇંચ વરસાદ પડવા પામ્યો હતો.

જૂનાગઢથી મળતા અહેવાલો મુજબ ગત સાંજે 6 વાગ્યે ઘાટા વાદળો ચડી આવ્યા હતા. જેમાં ભારે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. એક કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. મુખ્ય રોડ રસ્તાઓ શેરી ગલીઓમાં પાણી સમાતા ન હતા. અષાઢી માહોલ જોવા મળ્યો હતો. ઝાંઝરડા રોડના ગરનાળામાં પાણી ભરાતા કયાંય પાણી સમાતા ન હોવાથી ટ્રાફીક જામ થઇ જવા પામ્યો હતો. ગિરનાર પર્વત ઉપર પણ વીજળીના કડાકા ભડાકા સાથે બારે મેઘ ખાંગા થયા હોય તેમ કાનફાડી નાખે તેવી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકયો હતો.

આ ઉપરાંત વિસાવદર ભેંસાણ, વંથલીમાં પણ અડધો ઇંચ વરસાદ ખાબકયો હતો. બપોરના 2.45 કલાકે માણાવદર પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ અડધી કલામાં પોણો ઇંચ વરસાદ ખાબકયો હતો. આજે મોડી રાત્રીના જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ ખાબકતા કુલ ઇંચ વરસાદ નોધાયો છે.જિલ્લામાં કેશોદ ખાતે 1 ઇંચ, ભેંસાણ પોણોઇંચ, મેંદરડા સવા ઇંચ, માંગરોળ પોણો ઇંચ, માણાવદરમાં એક મી.મી. માળીયા 5 મી.મી., વંથલી 9 મીમી અને ભેંસાણમાં પોણો ઇંચ વરસાદ નોંધાવ્યો છે. તેમજ અમરેલી જિલ્લામાં થોડા દિવસનાં વિરામ બાદ સતત ત્રીજા દિવસે સવારથી મેઘાએ હેત વરસાવ્યું હતું.

ખેતરમાં લહેરાતા પાકને પાણીની જરૂરિયાત ઉભી થતાં કુદરતે વરસાદરૂપી કાચું સોનું વરસાવતા ગઈકાલે અમરેલી જિલ્લાનાં જાફરાબાદનાં કોસ્ટલ બેલ્ટમાં તથા ગ્રામ્ય વિસ્તાર, ખાંભા તથા ગ્રામ્ય વિસ્તારોમાં, ધારી ગીરનાં મોરઝર સહિતનાં ગામોમાં, સાવરકુંડલા શહેર તથા કેટલાંક ગામોમાં, કુંકાવાવ, બાબરા, ચમારડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમીયાન અમરેલીમાં 7 મી.મી., ધારી 10 મી.મી., ખાંભામાં 23 મી.મી., બગસરા ર મી.મી., બાબરા 34મી.મી., રાજુલામાં 17 મી.મી. લાઠી 16 મી.મી., વડીયા પ મી.મી., તથા સાવરકુંડલામાં 66 મી.મી. વરસાદ નોંધાયો છે.

અમરેલી શહેરમાં ગઈકાલે રાત્રે રાત્રે 8-30 કલાકે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજે વહેલી સવારે પણ ધીમી ધારે વરસાદ શરૂ રહયો હતો. જે સવારે 8 કલાક સુધીમાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે અને જયારે બાબરામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામેલ હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘાની પુન: ધમાકેદાર એન્ટ્રી થતાં ખેતરોમાં તૈયાર થતાં ખેતીપાકોને જબ્બરો ફાયદો થઈ રહૃાો છે. એકાદ અઠવાડીયાનાં વિરામથી ખેડૂતોએ ખેતરોમાંથી જરૂરી નિંદામણનું કાર્ય પૂર્ણ કરતાં હવે પુન: વરસાદની જરૂર વચ્ચે જ આગમન થતાં સૌ કોઈ ખૂશ થયા છે.

અમરેલી જિલ્લાનું અર્થતંત્ર કૃષિ આધારિત હોવાથી પુરતા પ્રમાણમાં વરસાદ પડે તો તેને શુકનવંતુ માનવામાં આવી રહૃાું છે અને ચાલું મૌસમમાં વરસાદનું પ્રમાણ યોગ્ય હોવાથી કપાસ, મગફળીનાં પાકને ફાયદો થઈ શકે તેવું સૌ માની રહૃાું છે.શ્રાવણની શરૂઆતથી ફરી સાવરકુંડલા તાલુકામાં વાતાવરણમાં પલ્ટો આવેલ. સવારથી જ વાદળ છવાયું વાતાવરણ અને ખૂબ જ બફારો હતો. બપોરનાં 3 થી 4 એક કલાકમાં અઢી ઈંચ જેટલો કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી ગયેલ. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતું થયેલ. આજનો વરસાદ તાલુકાના પીઠવડી, શેલણા, વંડા, ગાધકડા, બાઢડા, ઓળીયા વગેરે ગામડામાં વરસાદનાં વાવડ છે.

કુંકાવાવ અને આસપાસનાં વિસ્તારમાં ગઈકાલે બપોર બાદ સારો એવો વરસાદ વરસતા લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો સહિત સૌ કોઈમાં ખૂશી જોવા મળી હતી. જયારે વરાપ બાદ ખેતી કામ પૂર્ણ થયા બાદ અત્યારે માંડવી અને કપાસનાં પાકને ખરી જરૂરી હતી ત્યારે મેઘરાજાએ પધરામણી કરતાસારા વરસની આશા જીવંત બની છે. આમ બે દિવસનાં ભારે ઉકળાટ બાદ પોણો કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતો સહિત સૌ કોઈ હરખાયા હતા. તથા દામનગરમાં કડાકા- ભડાકા સાથે વરસાદ પડયો હતો. દિવસ દરમ્યાન સખત બફારો અનુભવાયો હતો અને સાંજના સમયે એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જયારે શ્રાવણની શરૂઆત થી ફરી સાવરકુંડલા તાલુકામાં વાતાવરણ માં પલ્ટો આવેલ. સવારથી જ વાદળ છવાયું વાતાવરણ અને ખૂબ જ બફારો હતો. બપોરના 3 થી 4 એક કલાકમાં 1 ઇંચ જેટલો કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી ગયેલ હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પણ પાણી વહેતુ થયેલ. આજે તાલુકાના પીઠવડી, શેલણા,વંડા, ગાધકડા, બાઢડા, ઓળીયા વગેરે ગામડામાં વરસાદ ના વાવડ છે. તેમજ ઉનાના ગીરગઢડા પંથકમાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. અને ગીર પંથક તેમજ નજીકના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર તો ક્યાક ઝાંપડા વરસી રહ્યા છે.

ત્યારે ગઇકાલે પણ બપોરના સમયે આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘેરાવા લાગેલ અને ગાજવિજ સાથે 15 મીનીટમાં તાલુકાના ધોકડવા દોઢ ઇંચ, ખાપટ, વડવીયાળા, જરગલી, શાણાવાકીયા, નાના સમઢીયાળા, પાણખાણ સહીતના ગામોમાં 1 ઇંચ જેટલો વરસાદ પડી જતાં રસ્તા પરથી પાણી ચાલતા કરી દીધેલ જ્યારે ઊના પંથકમાં ઠંડો પવન ફુકાતા ઠંડુગાર વાતાવરણ ફેલાયેલ હતું. જોકે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હોય પરંતુ ગર્જના કરેલ પરંતુ વરસ્યો ન હતો. આમ બે દિવસથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે.

ઉપરાંત ગોહિલવાડ પંથકમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના સિહોર અને વલભીપુરમાં દોઢ ઇંચ વરસાદ જ્યારે ગારિયાધાર ,ઉમરાળા અને પાલીતાણામાં એક ઇંચ વરસાદ અને તળાજામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. આજે સવારે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વાદળિયું વાતાવરણ રહેવા પામ્યું હતું. આજે સવારના 6 વાગે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગર ના શિહોર માં 38 મી.મી.વલભીપુરમાં 37 મી.મી.ગારીયાધારમાં 27 મી.મી.પાલીતાણા માં 21 મી.મી. તળાજામાં 10 મી.મી.અને ભાવનગરમાં 2 મી.મી.વરસાદ નોંધાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement