ગોંડલમાં કોંગ્રેસમાંથી ભા.જ.પ.માં પ્રવેશેલા કાર્યકરોની બેઠક મળી

05 August 2022 11:51 AM
Gondal
  • ગોંડલમાં કોંગ્રેસમાંથી ભા.જ.પ.માં પ્રવેશેલા કાર્યકરોની બેઠક મળી

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.5
તાજેતરમા ગોંડલ માર્કેટ યાર્ડમા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમા કોંગ્રેસ આગેવાન દિલીપભાઈ સોજીત્રાની આગેવાની હેઠળ બહોળી સંખ્યા માં કોંગ્રેસી કાર્યકર્તાઓ એ ભાજપ મા પ્રવેશ મેળવી ભગવો ખેસ અંગીકાર કર્યો હતો. આ તમામને આવકારી પુર્વ ધારાસભ્ય અને ભાજપ મોવડી જયરાજસિહ જાડેજા એ શેમળા પાસે આવેલા પોતાના ગણેશગઢ ફાર્મ હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાતનુ આયોજન કરતા દિલીપભાઈ સોજીત્રા સહીત મોવિયા, દેરડી શિવરાજગઢ, ખાંડાધાર, વાછરા, મોટા દડવા, ઘોઘાવદર, દેવચડી, પાટીયાળી ઉપરાંત ગોંડલના ગુંદાળા રોડ વિસ્તારના ભાજપમા ભળેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તથા જયરાજસિહ જાડેજાના નેતૃત્વમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.


Loading...
Advertisement
Advertisement