પાલિતાણામાંથી રૂા.27 લાખથી વધુનો કાજુનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

05 August 2022 11:58 AM
Bhavnagar
  • પાલિતાણામાંથી રૂા.27 લાખથી વધુનો કાજુનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

(વિપુલ હિરાણી) ભાવનગર,તા.5 : ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એસ.બી.ભરવાડના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી આધારે ભાવનગર પાલીતાણા મહાશકિત પ્લાસ્ટીક ફેકટરી પાસેથી કોઇ આધાર -પુરાવા વગરના કાજુના કોથળા નંગ -300 જેનું વજન 25910 KG કિ.રૂ .27,19,500 / -નો મુદામાલ મળી આવતા સી.આર.પી.સી.ક. 102 મુજબ મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ અને આ અંગે તપાસ કરતા કર્ણાટક રાજયના મેગ્લોર નોર્થ પોલીસ સ્ટેશનમાં CR - 0067 / 2022 IPC 406, 420 મુજબનો ગુન્હો રજી. થયેલ છે. દરોડાની આ કામગીરી ભાવનગર એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.બી.ભરવાડ ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ, યુસુફખાન પઠાણ તથા પોલીસ કોન્સ. પાર્થભાઇ ધોળકીયા, મીનાજભાઇ ગોરી તથા પો.કોન્સ ભોજાભાઇ ભલાભાઇ જોડાયા હતા.


Loading...
Advertisement
Advertisement