ધોરાજી,તા.5 : ધોરાજી ખાતે વર્ષોથી ભુલકા ગરબી અને અનેક સામાજીક કાર્યો કરતી સંસ્થા બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા શનીવારે જાનુ હસન હોસ્પિટલ મેદાન ખાતે પશુઓને વિનામુલ્યે લમ્પી વાયરસ સામે રસી આપવાનો વિના મુલ્યે કેમ્પ યોજાયો જેમાં 200 કરતા વધારે ગાયોને રસીકરણ કરાયું હતું. આ તકે પશુ ચિકીત્સક દિવ્યેશભાઈ સાગાણી અને ટીમ દ્વારા રસીકરણ કરાયું હતું. કાર્યક્રમમાં બજરંગ ગ્રૃપ ખાડીયાના પ્રમુખ સી.સી.અંટાળા હરીલાલ અંટાળા જનકભાઈ પટેલ ચીરાગ પાનસુરીયા પી.યુ.પટેલ ઈશ્ર્વરભાઈ પટેલ રાકેશભાઈ પટેલ સહીતનાઓએ સમાઓ આપી હતી. આ તકે વિશાલ સંસ્થામાં પશુ પાલકો, ખેડૂતોએ હાજર રહી બજરંગ ગ્રૃપ ખાડીયાની સેવાઓને બીરદાવી હતી.