ગોંડલમાં શીતળા માતાના મંદિરે બહેનોની આરાધના

05 August 2022 12:04 PM
Gondal
  • ગોંડલમાં શીતળા માતાના મંદિરે બહેનોની આરાધના

ગોંડલ : ગોંડલના કોલેજ ચોક ખાતે મહારાજા ભગવતસિંહજી વખતના પૌરાણિક શીતળા માતાજીનું મંદિર આવેલું છે. જયાં શીતળા માતાજીની આરાધના, પૂજા ખુબ જ ભકિતભાવથી કરવામાં આવતી હોય છે.

શીતળા સાતમ નિમિતે મંદિરે બહોળી સંખ્યામાં બહેનો દ્વારા માતાજીની પૂજા કરવામાં આવી હતી. આ દિવસે મહિલાઓ દ્વારા માતાજીને કુલેર, દહી, દૂધ, અનાજ, શ્રીફળ સહિતની પ્રસાદી ધરવામાં આવે છે. મંદિર ખાતે મહંત બંસીદાસ મથુરાદાસ દુધરેજીયા છેલ્લા પ6 વર્ષથી માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે.
(તસ્વીર : પિન્ટુ ભોજાણી - ગોંડલ)


Loading...
Advertisement
Advertisement