(તસ્વીર: વિપુલ હિરાણી) ભાવનગર તા.5
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સુરકા ગામ નજીક એલઇડી લાઇટના અજવાળે જુગાર રમતા ભાવનગરના 13 શખ્સોને ઘોઘા પોલીસે રૂપિયા 4.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.C Vઆ બનાવની વિગતો મુજબ ઘોઘા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.વાઘીયા અને પોલીસ સ્ટાફ ગતરાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરકા ગામથી હોઈદડ જવાના રસ્તે નાળા પાસે કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળતા ઘોઘા પોલીસ કાફલો બાતમીવાળી જગ્યાએ દોડી ગયો હતો,
જ્યાં તપાસ કરતા નાળા નજીક વાડી વિસ્તારમાં વાહનની બેટરીની મદદથી લીમડાના ઝાડ ઉપર એલઇડી લેમ્પ લગાવી તેના અજવાળે જુગાર રમતા ભાવનગરના 13 ઇસમો અનિલ જીવરાજભાઈ મકવાણા, પ્રવીણ ધીરુભાઈ ડાભી, સોહીલ સલીમભાઈ તરકવાડિયા, જાવેદખાન હબીબખાન પઠાણ, દીપક વેલજીભાઈ ચુડાસમા, ભાસ્કર હિંમતભાઈ ચુડાસમા, અશોક મકાભાઈ પરમાર, અમિત હિતેશભાઈ પંજવાણી, સુરેશ મુકેશભાઈ પડાયા, રાકેશ દિનેશભાઈ મકવાણા, આસિફ ઉસ્માનભાઈ ધોળીયા, સુરેશ અરજણભાઈ મકવાણા અને કૌશિક પ્રવીણભાઈ ઠક્કર મળી આવતા ઘોઘા પોલીસે તમામની અટકાયત કરી હતી. ઘોઘા પોલીસે રૂ।.1,88,970 રોકડા,કારની બેટરી,એક ઇકો કાર મળી કુલ રૂ।.4,40,270 નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.