સાળંગપુર ખાતે ‘લક્ષણ સહિતનું શિક્ષણ’ વિષય પર એક દિવસીય શિક્ષણ સંમેલન સેમિનાર યોજાયો

05 August 2022 12:06 PM
Botad
  • સાળંગપુર ખાતે ‘લક્ષણ સહિતનું શિક્ષણ’ વિષય પર એક દિવસીય શિક્ષણ સંમેલન સેમિનાર યોજાયો
  • સાળંગપુર ખાતે ‘લક્ષણ સહિતનું શિક્ષણ’ વિષય પર એક દિવસીય શિક્ષણ સંમેલન સેમિનાર યોજાયો

બોટાદ, તા.5
પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે બરવાળા તાલુકાના સાળંગપુરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે "લક્ષણ સહિતનું શિક્ષણ” વિષય પર એક દિવસીય "શિક્ષણ સંમેલન” સેમીનાર યોજાયો હતો.

રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રાચીન સમયની પરંપરા જે ઋષિમુનીઓએ સ્થાપિત કરી છે તેને જડમૂળથી ઉખેડી નાખવા અનેક પ્રયાસો કરાયાં હતાં પરંતુ દેશની ધર્મ, સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ પ્રમુખ સ્વામીજીએ કર્યું છે. ધર્મની સાથે શિક્ષણને વધુ મજબૂત કરવાનું કામ બીએપીએસ સંસ્થા કરી રહી છે. સરકારશ્રી શિક્ષણ વિભાગમાં શિક્ષકોને બદલી, બઢતી સહિત અનેકવિધ સમસ્યાઓનો હકારાત્મક નિર્ણયો લીધા હોવાની સાથે ગુજરાતને વધુ ઉત્તમ ગુજરાત બનાવવાની મંત્રીશ્રી વાઘેલાએ હિમાયત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત તમામે બાળકોમાં સારા ગુણો વિકસે તે માટે "ચાલો આદર્શ બનીએ” ની શોર્ટ ફીલ્મ ઉપરાંત પ.પૂ.પ્રમુખ સ્વામીજીના જીવનચરિત્ર અંગેની શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. પ્રારંભે રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘના મંત્રી સતિષભાઇ પટેલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ વેળાએ પુ.કોઠારી સ્વામીજી તેમજ પુ.આત્મજ્ઞાન સ્વામીજી, બોટાદ અને અમદાવાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખદિગ્વિજયસિંહ જાડેજા, રણજીતસિંહ ચૌહાણ સહિત શિક્ષણકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. (તસ્વીર : રીમલ બગડીયા)


Loading...
Advertisement
Advertisement