વેરાવળ તાલુકાના બાદલપરા ગામે મોટા પ્રમાણમાં ગામ અને આજુબાજુના ના વિસ્તાર માં વૃક્ષો આવેલા છે જેથી પક્ષીઓ અને મોર મોટા પ્રમાણમાં જોવા મળે છે અને ખાસ કરીને મોર પક્ષી લોકો થી ખૂબજ ડરતો હોય છે પરંતુ બાદલપરા ગામ મા વન વગડા ની સાથે ગામ ના રહેણાંક વિસ્તારમાં પણ મોર આટા મારતા હોય છે અને લોકો સાથે ખૂબજ હળી મળી ગયા હોવાથી લોકો થી ડરતા ની અને રહેણાંક વિસ્તારમાં પણ નિર્ભય થય અને કળા કરતા નજરે પડે છે તેમ એક શેરીમા મોર કળા કરે છે અને તેની આસપાસ ઢેલો આંટાફેરા મારતી તસ્વીર માં નજરે પડે છે.(તસ્વીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)