રાજકોટ,તા. 5
જસદણના લીલાપુરમાં આવેલ શીવમ જીનીંગ મીલમાં ચાલતી જુગાર ક્લબમાં પોલીસે દરોડો પાડી જુગટુ ખેલતા ખાંડા હડમતીયાના સરપંચ સહીત આઠ શખ્સોને રૂા. 2.75 લાખના મુદ્દામાલ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત અનુસાર જસદણ પોલીસ મથકના પીએસઆઈ કે.જે. રાણા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના એએસઆઈ ભુરાભાઈ માલીવાડને મળેલ ચોક્કસ બાતમીના આધારે જસદણના લીલાપુરથી આગળ આવેલ રાજકોટના ભરત બટુક બાંભણીયાએ પોતાની શીવમ જીન મીલ નામની ફેકટરીની બહારથી માણસો બોલાવી જુગાર ક્લબ ખોલી જુગાર રમાડતો હતો.
જ્યાં દરોડો પાડી ખાંડા હડમતીયાના સરપંચ કેશુ પોપટ બાવળીયા, ભરત બટુક બાંભણીયા, જનક દડુ ખાચર (રહે. મોટા હડમતીયા), ખોડા આંબા દુધરેજીયા (રહે. કમળાપુર જસદણ), પ્રવિણ ભુસડીયા (રહે. ગુંદાળા, વિંછીયા), જેન્તી રુપા ખોરાણી (રહે.ઓરી, વિંછીયા), જેસીંગ રાણા રાઠોડ (રહે. કમળાપુર, જસદણ) અને સંજય પરમાર (રહે. ગેડીયા, જસદણ)ને દબોચી રોકડ, મોબાઈલ ફોન-4 મળી રૂા. 2.75 લાખના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.