વેરાવળની સોમનાથ સંસ્કૃતિ યુનિ.ખાતે ઈ-એફઆઈઆરનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

05 August 2022 12:27 PM
Veraval
  • વેરાવળની સોમનાથ સંસ્કૃતિ યુનિ.ખાતે ઈ-એફઆઈઆરનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી, ખાતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા (ઈ એફ આઈ આર), સાઇબર ક્રાઇમ, સોશિયલ ક્રાઈમ, સાયબર વોલેન્ટિયર અને અન્ય કાયદાકીય માહિતી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ગીર સોમનાથ જીલ્લા એસ.પી. મનોહરસિંહ જાડેજા, એ.એસ.પી. ઓમ પ્રકાશ જાટ, કુલપતિ ડો. લલિતકુમાર પટેલ, આચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડ્યા, ડીવાયએસપી, પીઆઇ, પી.એસ.આઇ હાજર રહ્યા હતા.આચાર્યઓ, અધ્યાપકઓ અને વિદ્યાર્થીઓ મળી કુલ 450 લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


Loading...
Advertisement
Advertisement