અમરેલીની ફુટપાથો દબાણ મુકત કરવા ડિમોલીશન શરૂ

05 August 2022 12:30 PM
Amreli
  • અમરેલીની ફુટપાથો દબાણ મુકત કરવા ડિમોલીશન શરૂ

સતત કામગીરી ચાલુ રાખવાની જરૂર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.5
અમરેલી શહેરમાં ઘણા વર્ષોથી દબાણ હટાવની કામગીરી થતી ન હોવાથી શહેરનાં રાજમાર્ગો, ફૂટપાથો કે રહેણાંક વિસ્તારોમાં જેને ઈચ્છા પડે તે દબાણ કરતાં હોય અને તેનો ભોગ નિર્દોષ શહેરીજનોને બનવું પડતું હોય. આ અંગે વર્તમાનપત્રમાં પણ અનેક વખત અહેવાલ પ્રસિધ્ધ થયા હતા.

દરમિયાનમાં પાલિકાએ હરિરામબાપા ચોકથી ગાંધીબાગ સુધીની ફૂટપાથ ઉપર વર્ષોથી દબાણ થતાં શહેરનાં વૃઘ્ધ નાગરિકો, મહિલાઓ અને બાકોને પગપાળા અવર-જવર કરવામાં નાછુટકે માર્ગ ઉપર ચાલવા મજબૂર થવું પડતું હોય નોટિસ પાઠવ્યા બાદ સ્વૈચ્છાએ દબાણ ન હટતાં ર દિવસ પહેલાપુન: નોટિસ પાઠવી હતી. પણ દબાણ દુર ન થતાં પાલિકા, પોલીસની સંયુકત ટીમે જેસીબીની મદદથી દબાણ હટાવવાની કામગીરી શરૂ થતાં ગણતરીની મિનીટોમાં ફૂટપાથ પરનું દબાણ દૂર થયું છે.

હવે પાલિકાનાં શાસકોએ દબાણ હટાવની કામગીરી આગળ વધારીને અતિથિ ગૃહથી લઈને છેક રાધિકા હોસ્પિટલ, વરસડા માર્ગ તેમજ હરિરોડ, લાયબ્રેરી ચોક, શાકમાર્કેટ, સ્ટેશન રોડ વિગેરે વિસ્તારોમાંથી પણ ટ્રાફિકને નડતરરૂપ દબાણ હટાવવું જોઈએ અને ગાંધીબાગ નજીક પુન: દબાણ ન થાય તે માટે સચેત રહેવું જોઈએ તેવું શહીરેજનો ઈચ્છી રહૃાાં છે.


Loading...
Advertisement
Advertisement