ભાવનગર તા.5
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામના એક જાણીતા ઈસમ સહિત બે શખ્સો વિરુદ્ધ ધોરણ 8 માં અભ્યાસ કરતી બાળા એ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાએ સ્વયં નોંધાવેલી ફરિયાદમાં બાઈક પર આવી બંને ઈસમો એ ધમકી આપી નજીકમાં આવેલ ફોરેસ્ટની જગ્યામાં લઈ ગયા હતા. જ્યાં પ્રદીપ નામના ઈસમે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્ય હતું. દુષ્કર્મ આચાર્ય બાદ પર પોતાના ઘરે મૂકી ગયા હતા.
મળતી વિગતો મુજબ અલંગ રૂરલ પોલીસ મથકમાં 12 વર્ષ 7 મહિના ની સગીરાએ નોંધાવેલ ફરિયાદમાં પોતે ગઇકાલ સાંજે પોતાની બહેનપણી ના ઘરે થી રમી પોતાના ઘરે જતી હતી.એ સમયે પોતાની નજીકમાં રહેતો પ્રદીપ બાઈક લઇને આવેલ.બાઈક પાછળ મોઢે રૂમાલ બાંધેલો ઈસમ બેઠો હતો. પ્રદીપ એ માર મારવાની ધમકી આપી બાળકમાં બેસવા કહ્યું.એ સમયે મોઢે રૂમાલ બાંધેલ ઈસમે પણ માર મારવાની ધમકી આપી હતી. ધમકી થી ડરી ગયેલ સગીરા ને બંને સમયે બેસાડી બાઈક પર નજીકમાં આવેલ ફોરેસ્ટની જગ્યામાં લઈ ગયા હતા.
ત્યાંથી રૂમાલ બાંધીને આવેલો અજાણ્યા ઇસમ ચાલ્યો ગયો હતો.બાદ સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્ય હતું. સગીરાને હવસનો શિકાર બનાવ્યા બાદ બંને ઈસમો સગીરાને તેમના ઘર નજીક છોડીને ચાલ્યા ગયા હતા. સગીરાએ સમગ્ર ઘટનાની વાત માતા પિતાને કરી હતી. માતા પિતાએ પણ દ્રઢતા અને નીડરતા દાખવી પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
અલંગ પોલીસે આઈપીસી 363, 376(2)ષ,376 (3),પોકસો 4,8,17 સહિતની કલમો મુજબ ગુન્હો નોધેલ હતો. પો.ઇ. ડી.પી.પટેલ એ જણાવ્યું હતું કે બંને ઈસમો હાથ વેંતે છે.