જેતપર ગામે તપોવન વિદ્યા સંકુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા અનોખી પહેલ

05 August 2022 12:35 PM
Dhoraji
  • જેતપર ગામે તપોવન વિદ્યા સંકુલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનને સાર્થક કરવા અનોખી પહેલ

દેશની આઝાદીને 75 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની જાહેરાત કરેલ છે જે અભિયાન અંતર્ગત જેતપરની તપોવન વિદ્યાસંકુલનાં ધો- 1 થી 5 ના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને જોડાવવા, દરેક લોકો સુધી રાષ્ટ્રભાવનાનો સંદેશ પહોંચાડવા તથા રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરવા તેમજ દરેક લોકોમાં દેશપ્રેમ જગાડવા માટેની કામગીરી કરી હતી આઝાદી દરમિયાન બનેલ દરેક ઐતિહાસિક ઘટનાઓ અને આઝાદીમાં અમૂલ્ય ફાળો આપનાર મહાન લડવૈયાઓનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો. જેથી ભારતનું યુવાધન આપણા દેશના અમૂલ્ય વારસાથી પરિચિત થાય તેમજ આઝાદીનું મૂલ્ય સમજી શકે અને આઝાદીનું જતન કરવાનો ગુણ કેળવાય. તપોવન વિદ્યાસંકુલના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરીને રાષ્ટ્રભક્તિનું આ ઉદાહરણ રજુ કર્યું હતું. (તસવીર: જીગ્નેશ ભટ્ટ )


Loading...
Advertisement
Advertisement