જુનાગઢ તા.5
માંગરોળના સેખપુર ગામની સીમની નદીમાંથી બીન અધિકૃત માટી ખોદીને રોયલ્ટી ભર્યા વગર લઈ જતા 3 ઈસમોને જુનાગઢ રોયલ્ટી ઈન્સ્પેકટરે જેસીબી કબ્જે કરી માંગરોળ પોલીસમાં ગુન્હો દાખલ કર્યો હતો. મળતી વિગત મુજબ ગત તા.30-6-22ના માંગરોળના સેખપુર ગામની સીમની નોરી નદી તરીકે ઓળખાતી નદીમાં આરોપીઓ રજાક હુસેન હકીમ રે. કલતપુર વાડી, સઈદ હુસેન હકીમ રે. માંગરોળ અને ઈશા હુસેન હકમી રે. માંગરોળ વાળાએ પોતાના જેસીબી નં. જીજે 11 બીજે 0983થી માટીનું ખોદકામ કરી બીન અધિકૃત રીતે માટી ખોદી રોયલ્ટી ભર્યા વગર માટી ટ્રેકટરમાં ભરીને લઈ જતા દબોચી લીધા હતા. સ્થળ ઉપરથી કુલફ રૂા.97,600નો મુદ્દામાલ જેસીબી, ટ્રેક્ટર કબ્જે કરી માંગરોળ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.