ટંકારાના નેસડા (ખા.) ગામે બેકાર યુવાને નશાની કૂટેવથી કંટાળીને કર્યો આપઘાત

05 August 2022 12:46 PM
Morbi
  • ટંકારાના નેસડા (ખા.) ગામે બેકાર યુવાને નશાની કૂટેવથી કંટાળીને કર્યો આપઘાત

ઢુવા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા કરૂણ મૃત્યુ

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5
ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતો યુવાનને નશાની કૂટેવ હતી તેનાથી કંટાળી જઈને પોતાની જાતે ઝેરી દવા પી જતા તે યુવનનું મોત નીપજયું હતું. નેસડા ખાનપર ગામે રહેતા ગીરીશભાઈ માવજીભાઈ પરમાર (ઉંમર 35) એ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ટંકારા પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે ગીરીશભાઈ પરમાર પોતે કંઈ કામ ધંધો કરતા ન હતા અને તેને નશાની કૂટેવ હતી જેથી પોતે પોતાની જાતે નશાની કુટેવથી કંટાળીને આપઘાત કરી લીધો છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ઇજા પામેલ આધેડનું મોત
વાંકાનેરના ઢુવા ગામ પાસે રહેતા મૂળ બિહારના રહેવાસી અમિત સુરેન્દ્રનગર વર્મા (ઉંમર 53) પોતાનું બાઈક લઈને રસ્તા ઉપરથી જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને લીધું હતું જેથી અમિતભાઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન અમિતભાઈ વર્માનું મોત નીપજ્યું હતું. રાજકોટ સિવિલ મારફતે વાંકાનેર તાલુકો પોલીસને જાણ કરવામાં આવી છે.

આપઘાતનો પ્રયાસ
વીસીપરા વિસ્તારના લાયન્સ નગરમાં રહેતા ખીમજીભાઈ કાનજીભાઈ મકવાણા (50) એ કોઈ કારણોસર ચુંદડી વડે ફાંસો ખાઈ જતા તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement