ગીરગઢડાના ખીલાવડ ગામે જુગાર દરોડો: સાત શખ્સો ઝડપાયા

05 August 2022 12:47 PM
Junagadh
  • ગીરગઢડાના ખીલાવડ ગામે જુગાર દરોડો: સાત શખ્સો ઝડપાયા

14460નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ

ગીરગઢડા,તા.5 : ગીરગઢડાના ખીલાવડ ગામે પોલીસે દરોડો પાડી જૂનાગઢ રમતા 7 શખ્સોને ઝડપી લઈ રૂ।.14460નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મળતી વિગતો મુજબ ગીર ગઢડા તાલુકા ના ખીલાવડ ગામે અમુક ઈસમો જાહેર માં જુગાર રમતા હોવાની બાતમી પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેશ ભાઈ વાજા ને મળેલ હતી. જેના આધારે ખીલાવડ ગામે સાકરીયા પ્લોટ વિસ્તારમાં રહેતા જીલુભાઈ મેઘાભાઈ વાઘેલાના મકાન પાસે પી.એસ.આઈ.જે.આર.ડાંગર એ.એસ.આઈ. કિરીટસિંહ રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ યોગેશ ભાઈ વાઝા હેડ કોન્સ્ટેબલ ગોવિંદ ભાઈ મેર સહિતના કાફલાઓ રેઈડ કરતા જીલુભાઈ મેઘાભાઈ વાઘેલા બાબુભાઈ બાલુભાઈ વાઘેલા જગદીશ ભાઈ વજુભાઈ પરમાર વિજયભાઈ મેઘાભાઈ પરમાર રણછોડ ભાઈ ડાયાભાઇ પરમાર લાખાભાઇ કાળુભાઇ વાઘેલા ગંભીર ભાઈ ડાયાભાઇ પરમાર જાતે દેવી પુજક રહે ખીલાવડ અને ફાટસર વાળા ઓ ને રોકડ રૂ।.14,460/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે ની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેશ ભાઈ વાઝા ના ઓ ચલાવી રહ્યા છે. (તસ્વીર: ઈરફાન લીલાણી ગીર ગઢડા)


Loading...
Advertisement
Advertisement