સોરઠમાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસનાં ઠેર-ઠેર દરોડા

05 August 2022 12:48 PM
Junagadh
  • સોરઠમાં શ્રાવણીયા જુગાર ઉપર પોલીસનાં ઠેર-ઠેર દરોડા

8 મહિલા સહિત 38 પત્તાપ્રેમીઓ રૂા.1 લાખથી વધુની મત્તા સાથે ઝડપાયા

જુનાગઢ તા.5 : હાલ શ્રાવણ માસમાં ઠેર ઠેર જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે જેમાં પોલીસે રોજબરોજ ત્રાટકી જુગારીઓને પકડી પાડયાના બનાવો નોંધાતા રહે છે. જુનાગઢ જોષીપરા ખલીલપુર બાપુનગર ખાતેથી જુગઠું ખેલતા ડાયા નાગજી બોરડ, મુકેશ મનુ કોરડીયા, હીતેષ ભીખુ, લીપન ભટી દૂધાત્રા, ધરમસીંગ માનસીંગને ઉમેશ વેલજી જાદવ સહિતને રોકડા રૂા. 12,350, ચાર મોબાઈલ રૂા.4,500 કીંમત રૂા.30,000 સહીત કુલ 46,850નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જુનાગઢના ઝાંઝરડા રોડ પર જુગઠું ખેલતી નીમુબેન રાજેશ લીંબાસીયા, દક્ષાબેન મોહન દૂધાત્રા, મનાલીબેન વ્રજેશ ભાલીયા, રીંકલબેન જીગ્નેશ બાબરીયા, ગીતાબેન બાબુ સરધારા, અસ્મીતાબેન ચંદુ સાવલીયા, દિપ્તીબોન સુનીલ વાડલીયા અને અસ્મીતાબેન ચંદુ સાવલીયાને રોકડ રૂા.5340 સાથે પકડી લીધી હતી. તથા જુનાગઢ મધુરમ બાયપાસ ખાતે જુગઠું ખેલતા દીનેશ જગમાલ હુબલ, કિશોર ડાયા કટારીયા અને કીશોર બાલુ પીઠીયાને રોકડ રૂા.14,090 સાથે પકડી લીધા હતા. જુનાગઢના વાણંદીયા ગામેથી 6ને જુગઠું ખેલતા વીરમ ઉગા દેત્રોજા, ગોપાલ ખોડા સોલંકી, સંજય સવજી વાઘેલા, અશોક વીસા દેત્રોજા, હરેશ ખોડા સોલંકી અને મંગલ જીવા દેત્રોજાને રોકડ રૂા.7,330 સાથે પકડી લીધા હતા.

બાંટવાના સમેગા ગામેથી 4ને જુગાર રમતા દબોચી લીધા હતા. ધર્મેશ નારણ પરમાર, લાલા પ્રવીણ સોલંકી, પપુ ધીરુ સોઢા અને રોહીત ભોજા ગોહીલને રોકડ રૂા.3,270 સાથે પકડી લીધા હતા. માંગરોળના આંત્રોલી ગામેથી 7ને જુગાર રમતા પોલીસે પકડી લીધા હતા. જીવા રણમલ કેશવાલા, નીલેષ ભનુ કેશવાલા, જયેશ વીરમ કેશવાલા, લીલા સીદ્દી કેશવાલા, વીસા લખમણ ઓડેદરા, રણમલ ભાયા ઓડેદરા અને પ્રવીણ માલદે વાજાને રોકડ રૂા.12,380 સાથે દબોચી લીધા હતા. ચોરવાડના ખોરાસા ગામેથી 5ને જુગાર રમતા પકડી પાડયા હતા. અમીત કીશન સોલંકી, સંગ્રામ ટેટા વાઘેલા, જેઠા સમજી ચુડાસમા, શૈલેષ હરસુખ મોકરીયા અને પીયુષ રામજી ચુડાસમાને રોકડ રૂા.11,230 સાથે દબોચી લીધા હતા.


Loading...
Advertisement
Advertisement