મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ

05 August 2022 12:49 PM
Morbi
  • મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ

લોકો જાગૃત થવા લાગ્યા: પોલીસ દોડી

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.5
મોરબી જિલ્લામાં લોકોને ઇ એફઆઇઆર માટે પોલીસ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પેલેસમાં રહેતા યુવાનનું બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર નજીકથી થોડા સમય પહેલા બાઇક ચોરી થયું હતું જેથી તે યુવાને ઇ એફઆઇઆર નોંધાવી હતી.

રવાપર રોડ ઉપર આવેલ સરદાર પટેલ નગરમાં શ્રીજી પેલેસમાં રહેતા ઉજમશીભાઈ ભાણજીભાઈ દલસાણીયા પટેલ (ઉંમર 42) એ ઇ એફઆઇઆરથી પોતાનું બાઈક ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે તેમણે જણાવ્યું છે કે ગત તા. 8/4 ના રાત્રિના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિરના ગેટ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે 3 એફએન 7432 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં ઈ એફઆઇઆરની મદદથી મળેલ ફરિયાદને નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારા મારીમાં ઇજા
નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં મારામારીમાં રાજેશભાઈ સવજીભાઈ આહીર (ઉંમર 41) ને ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મૃતક સામે નોંધાયો ગુનો
મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકાનસર ગામ પાસે આવેલ કોમેન્ટ સિરામિક પાસે ત્રણ રસ્તા નજીક ગટરમાં બાઇક સાથે યુવાન પડ્યો હતો ત્યારે બાઇક ચાલકને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવમાં કૈલાશભાઈ ઉભડીયાનું મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં મૃતક યુવાનના પિતા વિનોદભાઈ પાલાભાઈ ઉભડિયા (ઉંમર 58) રહે. જોધપર વાળાની તાલુકા પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા
નવલખી રોડ ઉપર કુબેરનગર પાસે બાઈક સ્લીપ થઈ જવાથી ત્રિલોકધામ મંદિર પાસે રહેતા અશોકભાઈ થાવરધરી રત્નાણી (ઉંમર 30)ને ઇજાઓ થતા આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement