જૂનાગઢ જિલ્લા ક્રાઇમ ડાયરી

05 August 2022 12:51 PM
Junagadh
  • જૂનાગઢ જિલ્લા ક્રાઇમ ડાયરી

જૂનાગઢ,તા.5 : જૂનાગઢના શખ્સે જૂનાગઢના આરોપી પાસેથી રૂ.3 લાખ ઉછીના લીધાના મામલે છરીનો ઘા પેટમાં મારી દીધાની ફરીયાદ ભવનાથ પોલીસમાં નોંધાઇ હતી. જૂનાગઢ વણઝારી ચોક પોલીસ હેડ કવાર્ટસ પાસેના શીલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અમીત ધનસુખભાઇ મારડીયા (ઉ.33)એ આરોપી વિજય પ્રવિણ ગોંધીયા રહે. જૂનાગઢ વાળા પાસેથી રૂ.3 લાખ ઉછીના લીધેલ હોય જેના મનદુખમાં અમીત મારડીયાને છરીનો ઘા મારી દેતા દવાખાને ખસેડવામાં આવેલ બનાવ ગત તા.3-8ની સાંજે 5.30 કલાકે અશોક શીલાલેખ પાછળ કાળ ભૈરવદાદાના મંદીર પાસે બનવા પામ્યો હતો. પીએસઆઇ એમ.સી. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.

36 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
ગત તા. 3-8ના રાત્રીના 11.30 દરમિયાન જૂનાગઢના દોલતપરા સકકરબાગ રામદેવપરા, શીતલપાનની બાજુમાં આરોપી હરેશ ઉર્ફે હરીયો ભુવા જાડેજા (મેર) ઉ.32ના પડતર મકાનમાં ક્રાઇમ બ્રાંચે ત્રાટકી અલગ અલગ બ્રાંડની 36 બોટલ કી. 14.400 સાથે દબોચી લીધો હતો. જયારે બાલા મોરી રે. ગાંધીગ્રામ વાળાનું નામ ખુલવા પામતા પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

સગીરાનું અપહરણ
કેશોદ ખાતે રહેતા શખ્સના 13 વર્ષના દિકરાનું અજાણ્યો ઇશમ અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે. કેશોદ આંબેડકરનગર વણકર વાસ ઉતાવળી નદીના કાંઠે રહેતા રાજેશભાઇ પીઠાભાઇ (ઉ.39)ને પુત્ર સુખદેવ (ઉ.13) નવ માસ વાળાને કોઇ અજાણ્યો ઇશમ ગઇકાલે સવારે 7 કલાકે અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ પિતાએ નોંધાવાતા પીએસઆઇ એસ.એન. સોનારાએ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement