કૉમનવેલ્થમાં ઈંગ્લેન્ડ-કેનેડાના ખેલાડી વચ્ચે મેદાન-એ-જંગ: એકબીજાની ગરદન પકડી લીધી

05 August 2022 01:07 PM
Sports
  • કૉમનવેલ્થમાં ઈંગ્લેન્ડ-કેનેડાના ખેલાડી વચ્ચે મેદાન-એ-જંગ: એકબીજાની ગરદન પકડી લીધી
  • કૉમનવેલ્થમાં ઈંગ્લેન્ડ-કેનેડાના ખેલાડી વચ્ચે મેદાન-એ-જંગ: એકબીજાની ગરદન પકડી લીધી

કેનેડાના બલરાજ પનેસરની હૉકી સ્ટિક ઈંગ્લેન્ડના ગ્રિફિથને અડી જતાં મામલો બિચક્યો: મેદાન પર જ ધબધબાટી શરૂ થઈ જતાં રેફરીએ વચ્ચે પડવું પડ્યું

નવીદિલ્હી, તા.5
કૉમનવેલ્થ ગેમ્સમાં ઈંગ્લેન્ડ-કેનેડા વચ્ચે રમાયેલી પુરુષ હૉકી મેચ દરમિયાન ખેલાડીઓ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. કેનેડાના બલરાજ પનેસર અને ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથે એકબીજાને ગરદન પકડી લઈને મેદાન પર જ ધબધબાટી શરૂ કરી દીધી હતી. બન્ને વચ્ચે લડાઈ એટલી વધી ગઈ કે ખેલાડીઓ અને રેફરીએ મામલો શાંત પાડવા વચ્ચે પડવું પડ્યું હતું.

ઈંગ્લેન્ડની ટીમ કેનેડા વિરુદ્ધ ગોલ કરવા માટે સતત આક્રમક રમત દાખવી રહી હતી. ત્યારે બલરાજ પનેસરની હૉકી સ્ટિક ગ્રિફિથના હાથ પર લાગી અને ફસાઈ ગઈ હતી જેના કારણે ગ્રિફિથ ગુસ્સે થઈ ગયો હતો અને પનેસરને ધક્કો માર્યો હતો જેના કારણે પનેશર પણ લાલચોળ થઈ ગયો અને તેણે ઈંગ્લેન્ડના ખેલાડીની ગરદન પકડી લીધી હતી. ત્યારપછી બન્નેએ એકબીજાના ટી-શર્ટ પકડ્યા અને ખેંચવા લાગ્યા હતા. આ જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે રમતનું મેદાન હવે જંગનું મેદાન બની ગયું છે.

આ વેળાએ બન્ને ટીમના ખેલાડીઓ દોડી આવ્યા અને માથાકૂટ શાંત કરાવી હતી. આ પછી રેફરીએ કેનેડાના બલરાજ પનેસરને રેડ કાર્ડ બતાવીને બહાર મોકલી દીધો હતો જ્યારે ગ્રિફિથને યલો કાર્ડ બતાવીને ચેતવણી આપી હતી. મેચની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડે કેનેડાને 11-2થી હરાવીને ગ્રુપમાં બીજું સ્થાન મેળવી લીધું છે. પહેલાં સ્થાને ટીમ ઈન્ડિયા છે. સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો ઑસ્ટ્રેલિયા સામે તો ભારતનો સામનો ન્યુઝીલેન્ડ તેમજ સાઉથ આફ્રિકા વચ્ચે જીતનારી ટીમ સાથે થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement