ટીમ ઈન્ડિયા અત્યારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી-20 શ્રેણીમાં વ્યસ્ત છે. શ્રેણીના ત્રણ મુકાબલા રમાઈ ગયા છે અને ચોથો મુકાબલો કાલે અમેરિકાના ફ્લોરિડામાં રમાવાનો છે. બન્ને ટીમના મોટાભાગના ખેલાડીઓ ફ્લોરિડા પહોંચી પણ ગયા છે. જો કે ત્રીજા મુકાબલા બાદ ચાર દિવસનો સમય હોવાથી ભારતીય ખેલાડીઓ મન ભરીને વિન્ડિઝમાં મહાલ્યા હતા.
સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ ફ્રી-ટાઈમમાં વિન્ડિઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડને મળવા માટે તેના ઘેર ગયો હતો. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે જેમાં પોલાર્ડ અને તેનો પરિવાર જોવા મળી રહ્યો છે. હાર્દિકે પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે કેરેબિયનની કોઈ પણ ટ્રીપ કિંગના ઘેર ગયા વગર અધૂરી રહી છે. મારો ફેવરિેટ પૉલી અને તેની શાનદાર ફેમિલી, હૉસ્ટ કરવા બદલ આભાર ભાઈ...